મનોજ નંદલાલ શેઠ પેઢીમાં શંકાસ્પદ ઘીનો 120 કિલો જથ્થો સીઝ
જામનગરમાં રતનબાઇ મસ્જિદ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં નકલી ઘી નો કારોબાર ચાલે છે કે કેમ? તેની ચકાસણી અર્થે એસ.ઓ.જી. ની ટુકડી પહોંચી હતી, અને અને શંકાસ્પદ મનોતો 120 કિલો જેટલો ઘીનો જથ્થો સ્થગિત કરાવ્યો હતો, અને જામનગર મહાનગરપાલિકા ની ફૂડ શાખા ને બોલાવી લઈ સેમ્પલ લેવામાં આવ્યા છે, અને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલાવ્યા છે. સેનો રિપોર્ટ આવી ગયા બાદ આગળની કાર્યવાહી થશે. જામનગરમાં રતનબાઇ મસ્જિદ વિસ્તારમાં આવેલી મનોજ નંદલાલ શેઠ નામની વેપારી પેઢી ને ત્યાં નકલી ઘી ન કારોબાર ચાલે છે કે કેમ? તેની ચકાસણી માટે બુધવારે બપોરે 2,00 વાગ્યાના અરસામાં જામનગર એસ.ઓ.જી શાખા ની ટૂકડી પહોંચી હતી અને ઓચિંતુ ચેકિંગ કર્યું હતું. ત્યાં જુદા જુદા દસ જેટલા કિટલામાં 120 કિલો ઘીનો જથ્થો મળી આવ્યો હતો.
જે અસલી છે કે નકલી? તેની ખરાઈ કરવા માટે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાને જાણ કરવામાં આવી હતી. જેથી મહાનગરપાલિકાની ફૂડ શાખા અધિકારીઓ દશરથભાઈ આસોડિયા અને નિલેશભાઈ જાસોલિયા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને 84,000 ની કિંમત નો 120 કિલો ઘી નો જથ્થો સ્થગિત કરીને રાખી દેવામાં આવ્યો છે, અને તમામ માંથી સેમ્પલ એકત્ર કરીને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.