For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શિવ એન્ટરપ્રાઈઝમાંથી 120 કિલો ભેળસેળિયું ઘી ઝડપાયું

03:45 PM Jun 06, 2025 IST | Bhumika
શિવ એન્ટરપ્રાઈઝમાંથી 120 કિલો ભેળસેળિયું ઘી ઝડપાયું

શાસ્ત્રી મેદાન સામે 18 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, બેને લાઇસન્સ અંગે નોટિસ અપાઈ

Advertisement

મનપાના ફૂડ વિભાગ દ્વારા દિવેલના નામે ભેળસેળિયુ ઘી વેચતા વિક્રેતાઓને ત્યાં સઘન ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત રસુલપરા શેરી નં. 3 માં આવેલ શિવ એન્ટરપ્રાઈઝ પેઢીમાં તપાસ કરતા સ્થળ ઉપર સંગ્રહ કરેલ ભેળસેળિયા ઘીનો 120 કિલો જથ્થો મળી આવતા તેનો સ્થળ ઉપર નાશ કરી પેઢીને હાઈજેનીક કંડીશન જાળવવા અને લાયસન્સ બાબતે નોટીસ આપી શુદ્ધ ઘી લૂઝ તેમજ નટરાજ બ્રાંડ ઘીનું સેમ્પલ લઈ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રસુલ પરા શેરી નં.03, પોલ્ટ્રી ફાર્મ સામે, ગોંડલ રોડ હાઇ-વે, રાજકોટ મુકામે આવેલ "શિવ એન્ટરપ્રાઇસીસ" પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ ડુપ્લિકેટ ઘી નો મળી કુલ 120 કિ.ગ્રા. અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ સ્થળ પરથી (1)’શુધ્ધ ઘી (લુઝ)’ તથા (2)’2)'Nataraj Pure Desi Buffello Ghee (From 15 Kg Pkd) નમૂનાઓ લેવામાં આવેલ હતાં.

Advertisement

ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના શાસ્ત્રી મેદાન સામે હોકર્સ ઝોનવિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 18 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 02 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ જેમાં (01)ભૂરાભાઈ ભૂંગળા બટેટાવાળા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)પ્રકાશ ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (03)ક્રિષ્ના ઘૂઘરા (04)દિલ્હી કે છોલે ભટુરે (05)દિલખુશ પૂરી શાક (06)વિશાલ ઘૂઘરા (07)ભૂરાભાઈ રગડવાળા (08)સીતારામ છોલે ભટુરે (09)રૂૂહી મોમોસ (10)ક્રિષ્નાભાઈના ઘૂઘરા (11)મોમાઈ છોલે ભટુરે (12)બોમ્બે વડાપાઉં (13)શક્તિ કૃપા દાળ પકવાન (14)જય શંકર દાળ પકવાન (15)શક્તિ કોલ્ડ્રિંક્સ (16)સંતોષ રગડો (17)રામભાઇ રગડાવાળા (18)શિવ શક્તિ મદ્રાસ કાફેની ચકાસણી કરવામાં આવેલ હતી.

દિવેલના નામે ભેળસેળિયા ઘીનો ખુલ્લેઆમ વેપલો
રાજકોટ શહેરમાં શેરીએ ગલીએ સુધ્ધ ઘીના નામે ભેળસેળિયુ ઘી વેચવામાં આવી રહ્યું છે. જેનો મહતમ ઉપયોગ લોજીંગ બોર્ડિંગ અને મેશમાં થઈ રહ્યો હોવાનું જાણવામાં આવ્યું છે. ફૂડ વિભાગના નિયમોની છટકબારીનો લાભ લઈ વર્ષોથી અમુક પ્રખ્યાત ધંધાર્થીઓ શુદ્ધ ઘીનું બોર્ડ લગાવી નાના અક્ષરમાં દવેલ માટેનું ઘી મળસે તેવું લખી બેળસેળિયુ ઘી ખુલ્લેઆમ વેચી રહ્યા છે. તેની સામે ફૂડ વિભાગ પણ લાચારબની તમાસો જોઈ રહ્યું છે. કારણ કે નિયમ મુજબ તપાસ દરમિયાન દુકાનદાન દ્વારા આ ઘી દિવાબત્તી માટે વેચવામાં આવી રહ્યું છે. તેમ કહી પરણામે આ પ્રકારનું ટન મોઢે ઘી લોકોના પેટમાં પહોંચી ગંભીર બીમારીને નિમંત્રણ આપે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement