નાની બહેનને રમાડવા મુદ્દે માતાએ ઠપકો આપતા 12 વર્ષના તરુણનો આપઘાત
રાજકોટમાં ભાવનગર હાઈ-વે પર આવેલા પાડાસણ ગામે વાડી વિસ્તારમાં ખેત મજૂરનું કામ કરતા પરિવારનો 12 વર્ષના તરુણે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા શ્રમિક પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક તપાસમાં બહેનને રમાડવા મુદ્દે માતાએ ઠપકો આપતા તરુણે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવવા અંગે પોલીસ માંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં ભાવનગર હાઈ-વે પર આવેલા પાડાસણ ગામે વાડી વિસ્તારમાં ખેત મજૂરનું કામ કરતા પરિવારનો 12 વર્ષીય કાના પુનાભાઈ ડામોર નામનો તરુણ શનિવારે સાંજે પોતાની 2 વર્ષની બહેનની સાથે રમતમાં મસ્તી કરતો હોય જે બાબતે માતા મમતાબેન ઢપકો આપતા લાગી આવ્યું હતું. જે બાદ રાત્રિના પરિવાર બાજુની વાડીમાં જમવા ગયો હોય તે દરમીયાન તરુણે ઓરડીની ચાવી માતા પાસેથી લઈને ઘરે જતો રહ્યો હતો. અહી પરિવારની ગેરહાજરીમાં તરુણે પાંખમાં ચુંદડી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. પરિવાર વાડીએ પહોંચ્યો ત્યારે પોતાના બાળકને લટકતી હાલતમાં જોતા જ દેકારો થઈ જવા પામ્યો હતો. બનાવ અંગે તાત્કાલિક 108 ને જાણ કરવામાં આવતા હાજર તબીબે જોઈ તપાસી 12 વર્ષીય કાના ડામોરને મૃત જાહેર કર્યો હતો.
ઘટના અંગે જાણ થતાં આજીડેમ પોલીસ મથકના એ.એસ.આઇ જે.કે કુરિયા સહિતનો સ્ટાફ દોડી જઇ જરૂૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં જાણવા મળ્યા મુજબ, બાળકના પિતા પુનાભાઈ મૂળ દાહોદ જિલ્લાના વતની હોય અને છેલ્લા કેટલાક સમયથી હી ખેત મજૂરી કામ કરે છે. તેઓને સંતાનમાં 3 પુત્ર 3 પુત્રી જેમાં કાના વચેટે હતો.જો કે નાના બાળકે ભરેલા આ પગલામાં પોલીસને કશું અજુગતા લાગતાં મૃતદેહનું ફોરેન્સિક પીએમ અંગેની કાર્યવાહી હાથ ધરી હતી.