For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાણપુર તાલુકાના ખસ ગામની સીમમાં જુગાર રમતા 12 ઈસમો ઝડપાયા

11:52 AM Aug 06, 2025 IST | Bhumika
રાણપુર તાલુકાના ખસ ગામની સીમમાં જુગાર રમતા 12 ઈસમો ઝડપાયા

બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના PI એસ.એ.પટેલ, PSI એચ.એ.વસાવા તેમજ સ્ટાફ ના ધરમશીભાઈ ધરજીયા, ડી.આર. કમેજરીયા, ગોબરભાઈ મેવાડા, નરેન્દ્રભાઈ માધર, પ્રદિપભાઈ ડોડીયા સહીતના પોલીસ સ્ટાફે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રાણપુર તાલુકાના ખસ ગામની સીમમાં ખોડીયાર માતાના મંદિર પાસે ઓકળામાં ટોર્ચ લાઈટના અંજવાળે ગંજીપત્તા વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા 12 ઈસમોને ઝડપી લીધા જેમાં શૈલેષભાઈ ગોવિંદભાઈ મેમરીયા ગામ-વેજલકા, સાદીકભાઈ રજાકભાઈ દેસાઈ ગામ-રાણપુર, કિરણભાઈ બટુકભાઈ ગાબુ ગામ-મીણાપુર, અજીતભાઈ રમણીકભાઈ ખાદલા ગામ-રાણપુર, અમનભાઈ ઈસાકભાઈ મારૂ ગામ-રાણપુર, સાદીકભાઈ ઈલીયાસભાઈ વહોયા ગામ-રાણપુર, અશોકભાઈ ઠાકરશીભાઈ ડાભી ગામ-કરમડ, જગદીશભાઈ ઉર્ફ.કડક સવજીભાઈ પંચાળા ગામ-રાણપુર, વિપુલભાઈ મેઘજીભાઈ પંચાળા ગામ-રાણપુર, ચંદુભાઈ નરશીભાઈ ધરજીયા ગામ-ધારપીપળા, જયદેવભાઈ ઉર્ફ.જયેશ ઘુઘાભાઈ ધરજીયા ગામ-ધારપીયળા, અનિલભાઈ ધનેશભાઈ માલકીયા ગામ-રાણપુર આ તમામ ઈસમોને રાણપુર પોલીસે રોકડા રૂપિયા 21,740 અને એક ટોર્ચ લાઈટ રૂા.100 સહીત કુલ-21,840 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ-12 હેઠળ ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement