કેશોદમાં 12 ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા
કેશોદમાં બાર ઈંચ જેટલો વરસાદ પડતાં અનેક સોસાયટીઓમાં પાણી ઘરમાં ઘુસી ગયા હતા લોકો ને હાલાકી ભોગવવી પડી હતી ત્યારે આવા કપરા સમયમાં પાલિકા પાસે જેસીબી ત્રણ જ હોય જેથી લોકોની ફરિયાદ સમયે સમયસર પહોંચી શકાયું ન હતું તો બીજી તરફ કેશોદના જલારામ મંદિરમાં પાણી ઘુસી જતાં પૂજારીને વિહીપના કાયેકરોએ રેસ્કયુ કરી બહાર કાઢીયા હતા તો બીજી તરફ કેશોદના ત્રિલોક પરામાં પણ પૂલમાં કચરો સાફ ન થતાં પાણીનું વહેણ અટકી જતાં આ પાણી વિસ્તારમાં લોકોના ઘરોમાં ઘુસી ગયા હતા આમ અનેક જગ્યાએ ભારે વરસાદથી લોકો ને હાલાકી ભોગવવી પડી હતી.
તો બીજી તરફ કણઝા ગામે નેશનલ હાઈવે પરની વાડીએથી એક બાળક સહિત કુલ છ વ્યક્તિઓનું રેસ્કયુ ટીમ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યુ હતું આવીજ રીતે દાત્રાણા ગામેથી પણ પંદર લોકોનું રેસ્કયુ ટીમ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યુ હતું ત્યારે વરસાદથી લોકોને માલ સામાન અને ખેતીવાડીમાં ભારે નુકસાન થયું હોવાના સમાચાર મળી રહ્યાં છે.