કોડીનારમાં કોંગ્રેસના 12 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
કોડીનાર નગરપાલિકા ની ચૂંટણી માં આજે ફોર્મ ચકાસણી ના દિવસે કોંગ્રેસ માં ભારે ભંગાણ સર્જાતા કોંગ્રેસ ના 7 ઉમેદવારો એ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા ચૂંટણી પૂર્વ જ કોંગ્રેસ નો સફાયો થવા પામ્યો છે,તેમજ આપ ના પણ 5 ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચતા ટોટલ 12 ઉમેદવારો એ ઉમેદવારી પત્ર પરત ખેંચતા અને કોંગ્રેસ ના 3 સહિત 4 ઉમેદવારો ના ફોર્મ રદ થતાં ચૂંટણી પૂર્વ જ કોંગ્રેસ ના 10 ઉમેદવારો ચૂંટણી જંગ માંથી બહાર ફેંકાતા ભાજપ ના અનેક ઉમેદવારો બિન હરીફ જાહેર થશે ત્યારે ભાજપ છાવણી માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ અંગેની વિગત મુજબ કોડીનાર નગરપાલિકા ની ચટણી માં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 96 ફોર્મ ભરાયાં બાદ આજે કોડીનાર મામલતદાર કચેરી ખાતે ફોર્મ ચકાસણીના દિવસે ફોર્મ ચકાસણીમાં 4 ફોર્મ રદ થતાં અને 12 ઉમેદવારો એ તેમની ઉમેદવારી પરત ખેંચતા તેમજ ભાજપ ના 28 ડમી ઉમેદવારો નીકળી જતા હવે 52 ઉમેદવારો ચૂંટણી મેદાન માં રહ્યા છે.આજે ફોર્મ ચકાસણીમાં વોર્ડ નં.5 માં અજય કાનાભાઈ બાંભણીયા (આપ) અને વોર્ડ નં.7 મહમદ રફીક અ. ગફાર બેહરુની, મણીબેન રમેશભાઈ મકવાણા અને વિલાસ બેન દીપકભાઈ રાઠોડ (તમામ કોંગ્રેસ) ના ફોર્મ રદ થયા હતા. જ્યારે વોર્ડ નં.1 માંથી અમરસિંહ ભગવાનભાઈ જાદવ (કોંગ્રેસ),વોર્ડ નં.2 માંથી અરસીભાઈ અરજન ભાઈ કામલીયા (આપ), સબાના બેન સાજીદ જેઠવા (કોંગ્રેસ), અજયભાઈ ઉકાભાઇ બાંભણીયા (કોંગ્રેસ) ,વોર્ડ નં.3 માંથી નાજીયાબેન મેહબૂબ પઠાણ (આપ), આસુમા ઓસમાણ પઠાણ (કોંગ્રેસ),મેમુનાબેન અલ્તાફભાઈ હાલાઈ (કોંગ્રેસ),વોર્ડ નં.4 માંથી મેહબૂબખાન ગુલાબખાં પઠાણ (કોંગ્રેસ), મુજીબુર રહેમાન કાદરી (આપ),વોર્ડ નં.5 માંથી શિફાબેન અકિલભાઈ જુણેજા (કોંગ્રેસ),વોર્ડ નં.7 માંથી નાજીયાબેન મેહબૂબ ખાન પઠાણ (આપ),ર વિભાઈ જીવાભાઈ ચોહાણ (આપ) એ ફોર્મ પરત ખેંચ્યા હતા.અનેક ફોર્મ ખેંચતા અને ફોર્મ રદ થતાં ભાજપ ના અનેક ઉમેદવારો બિન હરીફ જાહેર થશે જો કે જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ચૂંટણી પંચ દ્વારા સતાવાર રીતે બિન હરીફ ઉમેદવારો ની યાદી બહાર પડાઈ નથી.હજુ આવતીકાલે ફોર્મ ખેચવાનો છેલ્લો દિવસ હોય આવતીકાલે કોડીનાર નગરપાલિકા નું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે જોકે ભાજપ ના અનેક ઉમેદવારો બિનહરીફ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.
ફોર્મ ચકાસણી દરમ્યાન ભાજપ અને કોંગ્રેસ ના નેતા અને કાર્યકરો વચ્ચે તું..તું.. મેં... મેં.. થઈ
મામલતદાર ઓફીસ ખાતે આજે ફોર્મ ચકાસણી મુદ્દે કોંગ્રેસ અને ભાજપ ના અગ્રણીઓ વચ્ચે વારંવાર શાબ્દિક ટપાટપી થયા બાદ એક સમયે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો વચ્ચે ભારે તું..તું... મેં ..મેં થતાં વાતાવરણ ઉગ્ર બની જતાં ચૂંટણી અધિકારી દ્વારા થોડીવાર માટે ફોર્મ ચકાસણી ની કાર્યવાહી મોકૂફ રખાયા બાદ તંત્ર દ્વારા ઉમેદવારો સિવાય ના તમામ લોકો ને કેમ્પસ બહાર નીકળી જવાના આદેશ બાદ મામલો થાળે પડતાં ફોર્મ ચકાસણી ની કાર્યવાહી આગળ શરૂૂ કરવામાં આવી હતી.ભાજપ કોંગ્રેસ ના આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા થોડીવાર માટે માહોલ ગરમાયો હતો. આ ઘટના ના વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.