For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નાનામવાનો 118 કરોડનો પ્લોટ ગુરુવારે થશે ખાલસા: ફરી વેચાણ નહીં થાય

05:39 PM Mar 05, 2024 IST | admin
નાનામવાનો 118 કરોડનો પ્લોટ ગુરુવારે થશે ખાલસા  ફરી વેચાણ નહીં થાય
  • તંત્રએ મુદત આપી છતાં આજ સુધી 101 કરોડ ખરીદનારે જમા ન કરાવતા ટાઉન પ્લાનિંગ વિભાગે દરખાસ્ત તૈયાર કરી સ્ટેન્ડિંગમાં મોકલી
  • મનપાએ ત્રણ વર્ષ પહેલા 118 કરોડમાં વેચેલ પ્લોટની કિંમત આજે 200 કરોડને પાર થઈ જતા તંત્રએ હવે પ્લોટનું વેચાણ ન કરી લોક ઉપયોગી કામ માટે લેવાશે: તંત્ર

મહાનગરપાલિકાએ 2021માં નાનામવા સર્કલ ખાતે હરાજીથી રૂા. 118 કરોડના પ્લોટનું વેચાણ પરંતુ ખરીદનારે નિયત સમયમાં રકમ ભરપાઈ ન કરતા અવાર નવાર નોટીસો આપવામાં આવેલ અને અંતે મ્યુનિસિપલ કમિશનરે પ્લોટ ખાલસા કરવા માટે દરખાસ્ત તૈયાર કરી સ્ટેન્ડીંગમાં રજૂ કરેલ જેમાં સ્ટેન્ડીંગ કમિટિએ ફરી એક વખત આગલી સ્ટેન્ડીંગ સુધીનો સમય ખરીદદારને આપી તમામ બાકીની રકમ ભપાઈ કરવાની સુચના આપેલ પરંતુ ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ રકમ ભરપાઈ આજ સુધી ન થતાં ફરી વખત દરખાસ્ત તૈયાર કરી સ્ટેન્ડીંગમાં મોકલી આપવામાં આવી છે. અને આગામી ગુરૂવારે સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા પ્લોટ ખાલસા કરવા નિર્ણય લેવાયો છે. અને હવે પછી આ પ્લોટને વેચવામાં નહીં આવે અને પબ્લીક પર્પઝ માટે ઉપયોગમાં લેવાશે તેમ જાણવા મળ્યું છે.

Advertisement

મહાનગરપાલિકા દ્વારા પ્લોટ ખાલસા કરવાની દરખાસ્ત મુદ્દે એક વખત મુદત આપ્યા બાદ ટાઉન પ્લાનીંગ વિભાગે આગામી ગુરૂવારને તા. 7-3-24ના રોજ મળનાર સ્ટેન્ડીંગમાં દરખાસ્ત રજૂ કરી છે. જે મુજબ રાજકોટ મહાનગરપાલિકાને ટી.પી.સ્કીમ અંતર્ગત વાણિજ્ય વેચાણ તથા રહેણાંક વેંચાણના હેતુ માટે અનામત રાખવામાં આવેલ અલગ-અલગ પ્લોટ્સ પ્રાપ્ત થયેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં રાખવામાં આવેલ જોગવાઈની રકમનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે સમયાંતરે આવા પ્લોટ્સની જાહેર હરરાજી કરીને આવકનો સ્ત્રોત ઉભો કરવામાં આવે છે. ટી.પી.વેસ્ટ ઝોન ફા.નં.165/2020-21 પર લેવાયેલ નિર્ણય અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વખતે ઈ-ઓક્શન કરીને જાહેર હરરાજી રાખવામાં આવેલ. તા.22-03-2021 થી તા.25-03- 2021 સુધી રાખવામાં આવેલ નિયત કરાયેલ લેન્ડ ડીસ્પોઝલ કમિટી દ્વારા મંજુર કરાયેલ ભાવ મુજબની અપસેટ પ્રાઈઝ રાખીને રીક્વેસ્ટ કોર પ્રોપોઝલ (આર.એફ.પી.) તૈયાર કરીને ઈ-ઓક્શન કરવામાં આવેલ. જેમાં ટેન્ડરનાં નિયમાનુસાર ઈ.એમ.ડી. પેટેની રકમ રૂૂ.1,17,97,500/- ભરપાઈ કરી બીડરશ્રી મે. ઓમ નાઈન સ્ક્વેર એલએલપીના ભાગીદાર ગોપાલભાઈ ભુપેન્દ્રભાઈ ચુડાસમા દ્વારા ઈ-ઓકશનમાં ભાગ લીધેલ. જે અન્વયે ટી.પી. સ્કીમ નં.3-નાનામવા, અંતિમ ખંડ નં.4(વાણીજ્ય વેંચાણ હેતુ) નો પ્લોટ ચો.મી. 9438.00 બીડર મે. ઓમ નાઈન સ્ક્વેર એલએલપીના ભાગીદાર ગોપાલભાઈ ભુપેન્દ્રભાઈ ચુડાસમા દ્વારા રજુ થયેલ પ્રીમીયમની રકમ રૂૂ.1.25,200/- પ્રતિ ચો.મી. લેખે કુલ રૂૂ.118,16,37,600ની રકમ ઉક્ત સંદર્ભ ક્રમાંક-(1) તથા (2) ના ઠરાવથી ફાળવવાનું મંજુર કરવામાં આવેલ છે. (ૠજઝની રકમ સરકારમાં ભરપાઈ કરવાની રહેશે તથા લીઝ તથા બેટરમેન્ટ લેવીની રકમ રાજકોટ મહાનગરપાલિકામાં ભરપાઈ કરવાની રહેશે..

ઉપરોક્ત વિગત અન્વયે આર.એફ.પી. મુજબ હરાજીની રકમ રૂૂ.118,16,37,600/- ના 10% મુજબ રૂૂ.11,81,63,760, આર.એફ.પી. મુજબ 10% રકમ ભરપાઈની જાણ કર્યાના દિન-10 બાદ બાકી રહેતી 90% રકમ રૂૂ.106,34,73,840 દિન-30ની અંદર ભરપાઈ કરવા, જમીનનું વાર્ષિક લીઝ ભાડું કિંમત રૂૂ.1/- પ્રતિ ચો.મી. મુજબ, કરારખત કરતાં સમયે ભાડાપદે રાખનારે 99 વર્ષનું એકીસાથે 99 - 9438.00 = રૂૂ.9,34,362, બેટરમેન્ટ લેવી કિંમત રૂૂ.4.13/- પ્રતિ ચો.મી. મુજબ લેખે જમીન ચો.મી. 9438.00 ડ 4.13 = રૂૂ.38,979/- ભરપાઈ કરવા બીડરશ્રી ને તા.04/06/2021 ના પત્રથી જાણ કરેલ. જે અન્વયે બીડરશ્રી દ્વારા રૂૂ.11,81,63,760/- તા.21/06/2021, લીઝ ભાડું રૂૂ.9,34,362/-, તા.21/06/2021 તથા બેટરમેન્ટ લેવી રૂૂ.38,979, તા.17/06/2021ના રોજ ભરપાઈ કરેલ છે. તથા આર.એફ.પી. મુજબ 10% રકમ ભરપાઈની જાણ કર્યાના દિન-10 (દસ) બાદ બાકી રહેતી 90% રકમ રૂૂ.106,34,73,840 પૈકી રકમ રૂૂ.5.00,00,000 તા.03/11/2021 નાં રોજ ભરપાઈ કરેલ.

Advertisement

ત્યારબાદ બાકી રહેતી રકમ રૂૂ.101,34,73,840 ભરપાઈ કરવા બીડરશ્રીને તા.20/10/2021 તથા તા.21/08/2023 ના પત્રથી જાણ કરવા છતાં બાકી રહેતી રકમ ભરપાઈ કરવામાં આવેલ ન હોય. તા.17/01/2024 ના રોજ અંતિમ નોટીસ પાઠવી સદરહુ રકમ દિન-7(સાત) માં ભરપાઈ કરવા જણાવેલ. પરંતુ બીડરશ્રી મે. ઓમ નાઈન સ્ક્વેર એલએલપીના ભાગીદાર ગોપાલભાઈ ભુપેન્દ્રભાઈ ચુડાસમા દ્વારા સદરહું બાકી રહેતી રકમ રૂૂ.101,34,73.840 નિયત સમય મર્યાદામાં ભરપાઈ ન કરતા ટેન્ડરનાં એનેક્ષર-બી શરત નં.7 મુજબ બીડર દ્વારા ભરપાઈ કરેલ તમામ રકમ રૂૂ.16,91,37,101 તથા ઈ.એમ.ડી. પેટેની રકમ રૂૂ.1,17,97,500 મળી કુલ રૂૂ.18,09,34,601 રાજકોટ મહાનગરપાલિકાનાં હિતમાં જપ્ત કરી સંદર્ભ ક્રમાંક-(1) તથા (2) ના ઠરાવથી બીડરશ્રી મે. ઓમ નાઈન સ્ક્વેર એલએલપીના ભાગીદાર શ્રી ગોપાલભાઈ ભુપેન્દ્રભાઈ ચુડાસમાને ફાળવેલ પ્લોટની હરરાજી રદ કરવા ટાઉન પ્લાનીંગ ઓફિસરનો અભિપ્રાય છે. આથી ગુરૂવારે સ્ટેન્ડીંગ કમિટી દ્વારા પ્લોટ ખાલસા કરવા સહિતની કામગીરી હાથ ધરાશે.

ડિપોઝિટ પરત મળશે કે કેમ ?
મહાનગરપાલિકાએ ત્રણ વર્ષ પહેલા નાનામવા સર્કલ પાસે વેચેલ પ્લોટની રકમ ન આવતા હવે ખાલસા કરવાનો નિર્ણય લીધો છે. અ ાગામી ગુરૂવારના રોજ સ્ટેન્ડીંગ કમિટીમાં પ્લોટનું વેચાણ રદ કરવાની દરખાસ્ત મંજુર કરવામાં આવશે પરંતુ ત્રણ વર્ષ દરમિયાન બાકી રહેલ રકમનું વ્યાજ તેમજ અન્ય અલગ અલગ પ્રકારની ફી અને ખરીદનારે એડવાન્સમાં ભરેલ રકમ સહિતનું લેણું સ્ટેન્ડીંગ કમિટી વસુલ કરશે કે કેમ તે અંગે ચર્ચા જાગી છે પરંતુ ગુરૂવારે સ્ટેન્ડીંગના નિર્ણય મુજબ કાર્યવાહી હાથ ધરાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement