રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શિવમ ફ્રૂટમાંથી 1150 કિલો વાસી પલ્પ પકડાયો

05:21 PM Oct 18, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

દીવાળીના તહેવારોને અનુલક્ષીને રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતા, સીની. ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે. સરવૈયા, ફૂડ સેફ્ટી ઓફિસર કે. એમ. રાઠોડ, ફૂડ સેફ્ટી ઓફિસર સી.ડી. વાઘેલા તથા ફૂડ વિભાગની ટીમ સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વલ્લભનગર શેરી નં.-1, આડો પેડક રોડ, રાજકોટ મુકામે આવેલ નસ્ત્રરવિરાજ રેફ્રીજરેશનસ્ત્રસ્ત્ર પેઢીમાં આવેલ કોલ્ડ સ્ટોરેજની સ્થળ તપાસ કરવામાં આવેલ. સદરહુ પેઢીમાં કોલ્ડ રૂૂમમાં વિવિધ બ્રાન્ડના આઈસક્રીમ, મિલ્ક પ્રોડક્ટ, ફ્રૂટ, ફ્રૂટ પલ્પ, વગેરનો અલગ અલગ વેપારીઓની માલિકીનો જથ્થો સંગ્રહ કરતાં હોવાનું માલૂમ પડેલ. વધુમાં પેઢીના કોલ્ડ રૂૂમની તપાસ કરતાં શિવમ ફ્રૂટના માલિક રમેશભાઈ સિંધવ દ્વારા રાખેલ મીઠાઇના ઉત્પાદકો તથા જ્યુશ પાર્લરના ધંધાર્થીઓને વેચાણ કરવા માટે સંગ્રહ કરેલ મેંગો પલ્પ- 850 સલ, સીતાફળ પલ્પ 250 સલ, નો જથ્થો લેબલ વગરનો, અનહાઈજીનીક રીતે રાખેલ તથા દુર્ગંધયુક્ત જોવા મળેલ.

જે અખાદ્ય હોવાનું જથ્થાના માલિકે સ્વીકારેલ. તેમજ અન્ય ફ્રૂટ જેવા કે દ્રાક્ષ તથા દાડમના દાણાનો 50 સલ જથ્થો વાસી થયેલ જોવા મળેલ. સદરહુ કુલ મળીને અંદાજીત 1150 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો (અંદાજિત કિંમત રૂૂ.3,30,000 નો) માનવ આહાર માટે ફરી વેચાણ/ઉત્પાદન માટે ઉપયોગ ન થાય તે હેતુથી સ્થળ પર કાર્યવાહી કરી જઠખ વિભાગના વાહન દ્વારા સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા, ખાધ્યચીજો પર કાયદા મુજબ લેબલમાં વિગતો દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવેલ હતી.

ફૂડ વિભાગ દ્વારા આજરોજ અલગ-અલગ ખાદ્યપદાર્થના 32 નમુના લેવામાં આવેલ છે. જેમાં શુદ્ધ ઘી લુઝ, અમુલ ઘી 500 એમ.એલ., માહી ઘી 500 એમ.એલ., ગાયનું શુદ્ધ ગી લુઝ, સીહોરી પનીર ટીક્કા, ચીકન હોટ એન્ડ સોર સૂપ, મખની ગ્રેવી, રેડ પાસ્તા ગ્રેવી, જયપુરી સબજી, પનીર ટીક્કા મસાલા, વી લાઇટ કપાસીયા તેલ, મરચું પાવડર લુઝ, ડબ્લ હાથી મરચુ પાઉડર, મલાઇ પનીર, પનીર, અલગ-અલગ સ્થળેથી લુઝ પનીર સહિતના 32 નમુના લઇ લેબમાં મોકલી આપેલ અને સાત ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ આપી હતી.

Tags :
gujaratgujarat newsrajkot newsShivam fruit
Advertisement
Next Article
Advertisement