For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

1100 કરોડ કચરામાં, સ્વચ્છતાનું સુપરવિઝન અંતે ના.કલેક્ટરને સોંપાયું

03:36 PM Jun 20, 2025 IST | Bhumika
1100 કરોડ કચરામાં  સ્વચ્છતાનું સુપરવિઝન અંતે ના કલેક્ટરને સોંપાયું

ગાર્બેઝ કલેક્શનનું કામ બમણી રકમથી એજન્સીને સોંપ્યા બાદ પર્યાવરણ ઈજનેરો પાસેથી સત્તા આંચકી લેતા મ્યુનિ.કમિશનર

Advertisement

રાજકોટ શહેર સ્વચ્છતા રેટીંગમાં સતત પાછળ રહી જવાના અનેક કારણો તંત્રએ શોધી કાઢ્યા છે. જેમાં ખાસ કરીને ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન ન્યુશન્સ પોઈન્ટ મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. આથી તંત્રએ દર વર્ષે થતાં 512 કરોડના ખર્ચને બેવડાવી રૂપિયા 1100 કરોડના ખર્ચે પુરા શહેરની સફાઈનો કોન્ટ્રાક્ટ એજન્સીને આપવામાં આવ્યો છે. જે ચાલુ થઈ ગયેલ હોવા છતાં શહેરમાં અનેક સ્થળે કચરાના ગંજ ખડકાતા હોવાનું અને સ્વચ્છતા બાબતે ફરિયાદો ઉઠતાં મ્યુનિસિપલ કમિશનરે પર્યાવરણ ઈજનેરની બેદરકારી સમજી હવે તમામ જવાબદારી ડેપ્યુટી કલેક્ટરને સોંપવામાં આવી છે. અને સાથો સાથ પર્યાવરણ ઈજનેર સહિતનાએ રોજે રોજનો રિપોર્ટ ડે. કલેક્ટરને રજૂ કરવાનો આદેશ જારી કર્યો છે.

શહેરની સ્વચ્છતાની કામગીરી 1100 કરોડનો ખર્ચ કરવા છતાં પાટે ન ચડતા પર્યાવરણ ઈજનેરોની બેદરકારી સામે આવી છે. સુપરવિઝનમાં મોટી ખામી હોવાની બહાર આવતા મ્યુનિસિપલ કમિશનરે આ સમસ્યા દૂર કરવા નાયબ કલેક્ટર (મધ્યાહનભોજન)ને હાલની કામગીરી ઉપરાંત સ્વચ્છતા સુપરવિઝનની કામગીરી સુપ્રત કરી છે. મ્યુનિસિપલ કમિશનરે ગઈકાલે પરિપત્ર જાહેર કરી રાજકોટ મહાનગરપાલિકાની હદ, વસતિ વધારો અને શહેરીકરણ સંબંધિત વિકાસને કારણે શહેરના રહેણાક તેમજ કોમર્શિયલ વિસ્તારોમાં દિન-પ્રતિદિન ઘનકચરાનું ઉત્પાદન વધી રહ્યું છે અને તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની વ્યવસ્થા કરી, નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખી રાજકોટ શહેરને સ્વચ્છ અને સુંદર રાખવું, મિનિ ટીપર મારફત 100% ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વિગેરે કામગીરી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કરવામાં આવે છે.

Advertisement

રાજકોટ શહેરમાં ગંદકીની સમસ્યા દૂર થઈ આરોગ્ય અને પર્યાવરણ સુરક્ષા સંબંધિત કામગીરી કરીને શહેરને સ્વચ્છ બનાવવા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરી વધુ સઘન બનાવવા, રાજકોટ શહેરને કચરામુક્ત, સ્વચ્છ અને સુંદર બનાવી લિવેબલ સિટીના અભિગમને અપનાવા, નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા, સ્વચ્છતા સર્વેક્ષણ, CITIES 2.0 વિગેરેની કામગીરીનું સુપરવિઝન અને મોનીટરીંગ સુ-વ્યવસ્થિત રીતે થવું ખૂબ જરૂૂરી હોય, સદરહુ કામગીરીનું સુપરવિઝન અને મોનીટરીંગની કામગીરી સુશ્રી કિર્તન એ.રાઠોડ (નાયબ કલેકટર-મધ્યાહન ભોજન)ને હાલની કામગીરી ઉપરાંત વધારાની કામગીરી તરીકે સુપ્રત કરવાનો હુકમ કરવામાં આવે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની વહીવટી તમામ બાબતો પર્યાવરણ ઈજનેરશ્રીએ નાયબ કમિશનરશ્રી (સો.વે.મે.)મારફત કરવાની રહેશે. સુશ્રી રાઠોડએ સો.વે.મે. શાખાનો અઠવાડિક રિપોર્ટ અમોને સુપ્રત કરવાનો રહેશે.. આ હુકમની અમલવારી તાત્કાલિક અસરથી કરવાની રહેશે.

ન્યુસન્સ પોઈન્ટ પરથી રોજ 3 વખત કચરો ઉપાડવાનું સુરસુરિયુ
મહાનગરપાલિકાએ અધધધ.... 1100 કરોડનો ખર્ચ સ્વચ્છતા પાછળ ખર્ચવાનો નિર્ણય લઈ એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનની સાથો સાથ શહેરમાં બાકી રહી ગયેલા ન્યુસન્સ પોઈન્ટ પર એકઠા થતાં કચરાનો નિકાલ કરવાની વધારાની કામગીરી પણ આપવામાં આવી છે જેમાં દરરોજ એક ન્યુસન્સ પોઈન્ટ પર ત્રણ વખત તપાસ કરી કચરો ભરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે અને તેના લાખો રૂપિયા ચુકવવામાં પણ આવી રહ્યા છે. છતાં એજન્સીએ કામ શરૂ કર્યાના ઘણા દિવસો વીતી જતાં આજે અનેક ન્યુસન્સ પોઈન્ટોને પાંચ પાંચ દિવસના કચરાના ઢગલાઓ થતાં હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આથી જે શરતે કામ આપવામાં આવ્યું છે. તે શરતની એજન્સી દ્વારા કામના પ્રારંભે ઉલંઘન કરવામાં આવી રહ્યાની ચર્ચા જાગી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement