સ્ટેન્ડિંગમાં 11 દરખાસ્ત પેન્ડિંગ: રૂા. 102 કરોડના ખર્ચને બહાલી
માધાપર વિસ્તારના ડ્રેનેજના કામને મંજૂરી, ત્રણ હાઈલેવલ અને બે અન્ય સહિત પાંચ બ્રિજના ખર્ચને બહાલી
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બઠક આજ રોજ મળેલ કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ 53 પૈકી કર્મચારીને આર્થિક તબીબી સહાયની 11 દરખાસ્ત પેન્ડીંગ રાખી ડ્રેનેજ, ડીઆઈ પાઈપલાઈન, હાઈલેવલ બ્રીજ સહિતની દરખાસ્તો મંજુર કરી કુલ રૂા. 102 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.
મનપાની સ્ેટન્ડીંગ કમિટીની બેઠકમાં 42 દરખાસ્ત મંજુર કરી રૂા. 102 કરોડના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી. જ્યારે 11 દરખાસ્ત ચર્ચા માટે પેન્ડીંગ રાખવામાં આવી હતી. મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં 53 દરખાસ્ત પૈકી નવા રીંગ રોડને ફોરલેન બનાવવા તરફ વધુ ખર્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગર રોડથી કટારિયા ચોકડી અને કટારિયા ચોકડીથી ગોંડલ રોડ સુધીના ફોરલેન રોડ બનાવવાની ટેન્ડર પ્રક્રિયા લગભગ પૂર્ણ થવામાં છે ત્યોર જામનગર રોડથી કટારિયા ચોકડી એટલે કે, કાલાવડ રોડ સુધીના રોડ ઉપર ત્રણ હાઈલેવલ ઓવરબ્રીજ બનાવવામાટેની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.
અંદાજે રૂા. 53 કરોડના ખર્ચે 3 બ્રીજ બનાવવામાં આવશે. તેમજ અન્ય બે સ્થળે પાંચ કરોડના ખર્ચે બ્રીજ તૈયાર કરાશે. મનપાની સ્ટેન્ડીંગની બેઠકમાં હાઈલેવલ બ્રીજ ઉપરાંત ડ્રેનેજ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ જુદા જુદા બગીચાઓ, બાલ ક્રિડાગણ, પમ્પીંગ સ્ટેશનની વાર્ષિક કામગીરી, અલગ અલગ વિસ્તારોમાં પેવર કાર્પેટ તેમજ મેડિકલ સ્ટોર, વેક્સિન સેન્ટર તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપલાઈનો તથા પેવીંગ બ્લોક અને મનપામાં ફરજ બજાવતા કર્મચારીઓને આર્થિક તબીબી સહાય સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જે ના મંજુર કરી પેન્ડીંગ રાખવામાં આવેલ અને બાકીની દરખાસ્તના ખર્ચને ર્સ્વાનુમતે મંજુરી અપાઈ હતી.
ડીઆઈ પાઈપલાઈનનું કામ 56 ટકા ઓનથી અપાયું
મનપાના સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે તાજેતરમાં જ જણાવેલ કે, ડીઆઈ પાઈપલાઈનના મોટાભાગના કામ ઓનથી આપવામાં આવી રહ્યા છે. અને આ મુદ્દે અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે. ત્યારે જ આજની સ્ટેન્ડીંગમાં વોર્ડ નં. 18 માં લાલ બહાદૂર તથા વિનોદ નગર હેડવર્કસ વિસ્તારોમાં ડીઆઈ પાઈપલાઈન નાખવાનું કામ મંજુર કરવામાં આવેલ રૂા. 5.45 કરોડના લેબર કામ સૌથી વધુ 56.11 ટકા ઓનથી આપવામાં આવ્યું છે. જે મુદદ્દે ચેરમેને જણાવેલ કે, આ લાઈન નાખવાનું કામ સાંકળી શેરીઓમાં હોવાથી કામ કરવા કોઈ તૈયાર ન હોય ઓનથી આપવામાં આવ્યું છે.
સાતમ-આઠમના લોકડાયરાનો 50 ટકા ખર્ચ નામંજૂર
જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મહાનગરપાલિકા દ્વારા સાંમેકાઠે પવનપુત્ર ચોકમાં ધીરુભાઈ સરવૈયા સહિતના કલાકારોનો લોકડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવેલ તેવીજ રીતે શિવ આરાધનાનો કાર્યક્રમ પણ રાખેલ પરંતુ આ દિવસો દરમિયાન સતત વરસાદ વરસતા લોકડાયરો રદ કરવામાં આવેલ ડાયરાના કલાકારોને રૂપિયા 9 લાખ ચુકવવાના હતાં. પરંતુ લોકડાયરો રદ થતાં હવે 50 ટકાના કાપ સાથે કલાકારોને રૂા. 4.50 લાખ ચુકવવામાં આવશે. જ્યારે શિવ આરાધનાનો કાર્યક્રમ રાબેતા મુજબ યોજાયેલ હોય તેના સંચાલકોનો રૂા. 2.25 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.