રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કેશોદ તાલુકાના ખીરસરા ઘેડમાં ધાર્મિક પ્રસંગમાં ભોજન બાદ 11ને ઝેરી અસર

12:46 PM Dec 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જુનાગઢના કેશોદના ખીરસરા ઘેડ ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ગામમાં એક ધાર્મિક કાર્યક્રમમાં યોજાયેલા જમણવાર બાદ 11 જેટલી બાળકીઓને ઉલટીઓ થવા લાગી હતી. બાળકીઓને ફૂડ પોઈઝનિંગ અસર થઈ હતી. જેથી આ તમામ બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. બીજી તરફ ફૂડ પોઈઝનિંગની ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઈ હતી અને આરોગ્ય વિભાગ દ્વારા અન્ય બાળકોનું સ્કેનિંગ કરી વધુ તપાસ હાથ ધરવામા આવી છે.

જુનાગઢના કેશોદના ખીરસરા ઘેડ ગામે આજે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જમણવાર દરમિયાન બાળકીઓને ઉલટીઓ થવા લાગતા દોડધામ મચી ગઈ હતી. 11 જેટલી બાળકીને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. જેમાંથી સાત બાળકીઓને કેશોદ સિવિલ હોસ્પિટલ અને અન્ય ચાર બાળકીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી છે.

ખીરસરા ઘેડના રેખાબેન સીધપરાએ જણાવ્યું હતું કે, ખીરસરા ઘેડ ગામે વાડી વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકીઓ જમવા ગઈ હતી. જ્યાં જમ્યા બાદ બાળકીઓને ઉલટી થવા લાગી હતી. જેથી બાળકીઓને સારવાર માટે કેશોદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં છે. છ થી સાત દીકરીઓને અહીં કેશોદ હોસ્પિટલ લાવવામાં આવ્યાં છે અને અન્ય બાળકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી છે.

કેશોદ સિવિલ હોસ્પિટલના ડો. એન.જી ડાભીએ જણાવ્યું હતું કે, કેશોદ તાલુકાના ખીરસરા ગામે એક ધાર્મિક કાર્યક્રમમાં 30 જેટલી બાળકીઓનું જમણવાર રાખવામાં આવ્યું હતું. જેમાંથી 11 જેટલી દીકરીઓને જમ્યા બાદ પેટમાં દુખાવો અને ઉલટી થઈ હતી. આ મામલે તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી.

Tags :
food poisoninggujaratgujarat newsKeshod news
Advertisement
Next Article
Advertisement