For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાને મળેલી 11 નવી જનરક્ષક 112 વાનને ફ્લેગઓફ કરાવાઈ

10:41 AM Sep 03, 2025 IST | Bhumika
દેવભૂમિ દ્વારકા જિલ્લાને મળેલી 11 નવી જનરક્ષક 112 વાનને ફ્લેગઓફ કરાવાઈ

Advertisement

સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આમ જનતાની સેવા સુરક્ષા સાથે સરકાર દ્વારા 11 નવી 112 જનરક્ષક વાન ફાળવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં હવે 112 નંબર ડાયલ કરવાથી તમામ જનરક્ષક સેવાઓ ઉપલબ્ધ બની રહેશે. જિલ્લામાં હાલ 9 ઇમરજન્સી વાન ઉપલબ્ધ છે. જેમાં 11 વધારો થતા હવે 20 જનરક્ષક વાનનું નવું મહેકમ થઈ જશે.

Advertisement

આ વાનને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.આ અંગેની વિગતો આપતા ખંભાળિયાના ડીવાયએસપી વી.પી. માનસેતાએ જણાવ્યું હતું કે હવેથી પોલીસ, એમ્બ્યુલન્સ, મહિલા અભયમ, ચાઇલ્ડ હેલ્પ લાઈન, ફાયર તેમજ ડિઝાસ્ટર જેવી છ સેવાઓ 112 નંબર ડાયલ કરવાથી મળી રહેશે. આગામી દિવસોમાં જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના અલગ અલગ સ્થળે આ અંગેના કેમ્પ રાખવામાં આવનાર છે. 112 જનરક્ષક વાન કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા કાર્યક્ષમ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement