For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શહેર-જિલ્લામાં જુગારના વધુ 11 દરોડા, 41 પત્તાપ્રેમી ઝડપાયા

12:11 PM Aug 20, 2024 IST | admin
શહેર જિલ્લામાં જુગારના વધુ 11 દરોડા  41 પત્તાપ્રેમી ઝડપાયા

મોબાઇલ, વાહન સહિત રૂા.98 હજારનો મુદ્દામાલ જપ્ત

Advertisement

જામનગર શહેર તેમજ જિલ્લામાં શ્રાવણીયો જુગાર પુરબહારમાં ખીલી ઉઠયો છે. ત્યારે પોલીસે શહેર તેમજ જિલ્લામાં વિવિધ સ્થળોએ જુદા જુદા અગિયાર સ્થળોએ દરોડાઓ પાડયા હતાં. જેમાં પાંચ મહિલાઓ સહિત 41 જુગારીઓને ઝડપી લઈ તેઓ પાસેથી 98 હજારની રોકડ રકમ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.

જામનગરમાં નવાગામ ઘેડમાં મધુરમ્ રેસિડેન્સી વિસ્તારમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ સાતને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂપિયા 14,ર70 કબ્જે કર્યા છે. તેમજ જામનગરમાં કાલાવડના નાકા બહાર મોટા પીરના ચોકમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ બે શખ્સને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. 10,ર00 કબ્જે કર્યા છે.
આ ઉપરાંત ધ્રોલ તાલુકાના લાલુકપરા ગામે નીરૂભાઈ માલકિયાના મકાનવાળી શેરીમાં જાહેરમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ સાત શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂપિયા 4460 કબ્જે કર્યા છે. જ્યારે નાની ખાવડીમાં ગૌશાળા પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમી રહેલ સાત શખ્સોને રૂા. 13,8પ0ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.

Advertisement

તેમજ જામજોધપુર તાલુકાના શેઠવડાળા નજીકના ગોરખડી ગામે પાદરમાં રોન પોલીસનો જુગાર રમી રહેલ ચાર શખ્સોને રૂૂા. 4980 સાથે ઝડપી લીધાં હતા. આ ઉપરાંત ધ્રાફા નજીકના આંબરડી ગામે તીનપતી નામનો જુગાર રમી રહેલ નામના 6 શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. 13,630 કબ્જે કર્યા હતા. જ્યારે ધ્રોલ નજીકના માણેકપર ચોકડી પાસે તળાવની બાજુમાં જાહેરમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. 10,400 કબ્જે કર્યા હતા. આ ઉપરાંત શેઠવડાળા ગામે જાહેરમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ ચાર શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂા. 1190 કબ્જે કર્યા હતા.

તેમજ મેઘપર નજીકના સિંગચ ગામે જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમી રહેલ 6 શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રૂૂા. 17,340ની રકમ કબ્જે કરી હતી. જ્યારે જામનગરમાં જાગૃતિનગર મેઈન રોડના ખૂણે ગંજીપના વડે જુગાર રમી રહેલ ત્રણ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. 30ર0 કબ્જે કર્યા છે. આ ઉપરાંત જામનગર તાલુકાના ગોરધનપર ગામે પેટ્રોલ પંપની પાછળ ગંજીપના વડે જુગાર રમી રહેલ પાંચ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂપિયા ર940ની રોકડ કબ્જે કરી હતી. આ દરોડામાં અરૂૂણ રાજુભાઈ પરમાર નામનો શખ્સ નાશી ગયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement