રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રસ્તા પર પાન-માવાની પિચકારી મારતા વધુ 11 બંધાણીઓ ઝડપાયા

04:41 PM Feb 27, 2024 IST | Bhumika
Advertisement

શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સભાઇ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેમજ કચરો અને ગંદકી ફેલાવતા લોકો સામે દંડનાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી રહી હોવા છતાં પણ કેટલાક બંધાણીઓએ જાણે નહીં સુધરવાના નેમ લીધી છે. શહેરમાં વધુ 11 જેટલા બંધાણી રસ્તા પર જાહેરમાં પિચકારી મારતા મહાપાલિકાની ત્રીસરી આંખ સીસીટીવી કેમેરામાં ઝડપાઇ ગયા હતા. રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેરને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગે ની ફરિયાદોનાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકોને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાના માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત 11 વ્યક્તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓ ને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા દિનભરમાં 1790 લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ 470 સફાઈ કામદારોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે, દરમ્યાન તા.26-02-2024 ના રોજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની 15 ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. અને આ ફરિયાદોનું ફોલોઅપ જે તે વિસ્તારના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાક માં ફરિયાદનુ નિવારણ કરવામાં આવેલ.ઉપરોકત કામગિરી મ્યુનિ. કમિશનર આનંદ પટેલના આદેશ અને નાયબ કમિશનરના સુપરવિઝન હેઠળ, કમાંડએન્ડ કંટ્રોલ સેન્ટરના નોડલ ઓફિસર વત્સલ પટેલ તેમજ તાબા હેઠળનાં સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

Advertisement

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement