For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના બે સહિત 11 IPSનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ

05:40 PM Jun 26, 2025 IST | Bhumika
રાજકોટના બે સહિત 11 ipsનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ

2005 પૂર્વે પરીક્ષા પાસ કરી હોય તેઓનો નિમણૂંકના વર્ષ પ્રમાણે સમાવેશ

Advertisement

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં કાર્યરત 11 ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. આ તમામ અધિકારીઓએ 2005 પહેલા ગુજરાત જાહેર સેવા આયોગ મારફતે ભરતી મેળવી હતી. હવે રાજ્ય સરકારે તેઓ માટે જૂની પેન્શન યોજનાના લાભોની મંજૂરી આપી દીધી છે.

રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, એ અધિકારીઓ જેમણે 2005 પૂર્વે પરીક્ષા પાસ કરી હતી, તેમને તેમની નિમણૂકના વર્ષ પ્રમાણે જૂની પેન્શન યોજનામાં સામેલ કરવામાં આવશે. તેઓના સર્વિસ બુકમાં એ મુજબ નોંધ કરવામાં આવશે.

Advertisement

રાજ્ય સરકારનો આ નિર્ણય ઘણા અધિકારીઓ માટે મહત્વનો સાબિત થશે. જૂની પેન્શન યોજના દ્વારા તેઓને નિવૃત્તિ બાદ સ્થિર આર્થિક સુરક્ષા પ્રાપ્ત થશે. પગાર અને હિસાબની કચેરી, ગાંધીનગર દ્વારા અધિકારીઓના સર્વિસ બુકમાં આ માહિતી દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.

કોના કોના નામ સામેલ?
આર.પી. બારોટ (IPS - NyS 2011): એડિશનલ પોલીસ કમિશનર, ઝોન-5, સુરત શહેર
આર.ટી. સુશા (IPS - NyS 2011): નાયબ મહાનિરીક્ષક, મરીન ટાસ્ક ફોર્સ, હઝીરા, સુરત
શ્રીમતી સુધા પાંડે (IPS - NyS 2011): નાયબ મહાનિરીક્ષક, આરક્ષદળ ગ્રુપ 13, રાજકોટ
શ્રીમતી સુજાતા મઝુમદાર (IPS - NyS 2011): સંયુક્ત નિયામક, પોલીસ અકાદમી, કરાઈ
એસ.વી. પરમાર (IPS - NyS 2012): નાયબ કમિશનર, ઝોન-1, રાજકોટ શહેર
એસ.જે. ચાવડા (IPS - NyS 2013): પોલીસ અધિક્ષક, ભરૂૂચ
શ્રીમતી ઉષા રાડા (IPS - NyS 2013): જેલ અધિક્ષક, વડોદરા
શ્રી એસ.આર. ઓડેડરા (IPS - NyS 2014): પોલીસ અધિક્ષક, જુનાગઢ
સુશ્રી એન.આર. પટેલ (IPS - NyS 2015): સેનાપતિ, મેટ્રો સુરક્ષા-1, અમદાવાદ
જે. એ. પટેલ (ઈંઙજ): પોલીસ અધિક્ષક, SCRB, ગાંધીનગર

Advertisement
Tags :
Advertisement
Advertisement