For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાદર-2, મોજ, વેણુ સહિત 11 ડેમ ઓવરફ્લો, દરવાજા ખોલાયા

01:23 PM Sep 30, 2025 IST | Bhumika
ભાદર 2  મોજ  વેણુ સહિત 11 ડેમ ઓવરફ્લો  દરવાજા ખોલાયા

સૌરાષ્ટ્રના 37 ડેમ છલ્લોછલ, 61 ડેમમાં નવા નીરની આવક નોંધાઇ

Advertisement

સૌરાષ્ટ્રમા છેલ્લા 3 દિવસથી વરસી રહેલા ભારે વરસાદનાં કારણે અનેક જળાશયોમા નવા નીરની આવક જોવા મળી છે. સીચાઇ વિભાગનાં જણાવ્યા મુજબ 62 ડેમ સાઇટ પર અડધાથી પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા ડેમ ઓવરફલો થવાની ઘડીઓ ગણાઇ રહી છે જે પૈકી 11 ડેમનાં દરવાજા ખોલવામા આવ્યા છે. 10 ડેમનુ ઓવરફલો ચાલુ રહેતા નીચાણવાળા વિસ્તારો અને ગામડાઓને એલર્ટ કરી નદીનાં પટમા ન જવાની સુચના આપવામા આવી છે ગઇકાલે ભાદર 2, મોજ , વેણુ 2, મચ્છુ 2, 3, ન્યારી 2 સહીત 11 ડેમનાં દરવાજા ખોલવામા આવ્યા છે જયારે ભાદર, વાછપરી, કરમાળ, કરણુકી સહીતનાં 13 ડેમો 100 ટકા ભરાઇ જવાની સ્થિતીએ પહોંચી ગયા છે.

રાજકોટ જિલ્લાના 27 ડેમમાંથી 7 ડેમ છલકાયા છે. તેમાં મોજ, વેણુ-2, ભાદર-ર ડેમના બે દરવાજા અને સુરવો, ડોંડી, ન્યારી-2, છાપરવાડી-રનો એક-એક દરવાજો ખોલવામાં આવ્યો છે. જ્યારે ભાદર ડેમમાં 0.33 ફૂટ, વાછપરીમાં 0.33, કરમાળ, ભાદર-ર, કર્ણકીમાં 0.33 ફૂટ નવા પાણીની આવક થઈ છે.મોરબી જિલ્લામાં મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના એક એક દરવાજા ખોલવામાં આવ્યા છે.

Advertisement

જામનગર જિલ્લામાં ઉમીયાસાગર અને ફલજર ડેમનો એક-એક દરવાજો ખોલવામાં આવ્યો છે. આ ઉપરાંત ફોફળ, સોડવદર, વેરી, લાલપરી, છાપરવાડી-1, મચ્છુ-1, ડાઈ મીણસાર, ત્રિવેણીઠાંગા, સાકરોલી સહિતના ડેમ ઓવરફ્લો થયા છે. 34 ડેમ 100 ટકા ભરાઈ જતા તમામ ડેમમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement