કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરે આપ્યા રાજીનામા, બે જૂથ વચ્ચે મારામારી બાદ નગરપાલિકામાં ભડકો
થોડાક દિવસ પેહલાં જ ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકામાં મારામારી થઇ હતી. જેને લઇને આજે મોટું રિએક્શન સામે આવ્યુ છે. ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં ભડકો જોવા મળ્યો છે. આજે નગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન સાથે 11 કૉર્પોરેટરે રાજીનામા આપ્યા છે. જેમણે સ્થાનિક ધારાસભ્ય સામે નારાજગી હોવાનો દાવો કર્યો છે. ગત 5 તારીખે પાલિકામાં મારામારીની ઘટના બની હતી.
ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં ભાજપમાં આજે ભડકો થયો છે. નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 11 સભ્યોએ રાજીનામું આપતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત તમામ સભ્યોએ ભાજપના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવા પાછળ સ્થાનિક ધારાસભ્ય સામે નારાજીગીનું કારણ સામે આવ્યું છે. કલોલ નગરપાલિકામાં થયેલ મારામારીની ઘટના બાદ આ વિવાદ થયો હતો.
નગરપાલિકામાં રી-ટેન્ડરિંગ મામલે બે જૂથો વચ્ચે મારામારી થઇ હતી. આ ઘટના નગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના હોદેદારો સાથે ઘટી હતી. બાદમાં મામલો પ્રદેશ ભાજપ પાસે પહોંચ્યો અને આજે પણ તેનો ઉકેલ ના આવતા સ્ટેન્ડિંગ ચેરમેન પ્રકાશ વરગડેએ રાજીનામું આપી દીધુ હતુ, તેમની સાથે 11 કૉર્પોરેટરોએ બારનીશમાં રાજીનામુ ધરી દીધુ હતુ.