રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શહેરની શાન સમા 11 શ્રેષ્ઠ શિક્ષકોનું કાલે કરાશે સન્માન

04:36 PM Sep 04, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરની જાણીતી સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ અને ભારત વિકાસ પરિષદ-આનંદનગર દ્વારા શિક્ષક રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનજીએ કંડારેલી કેળવણીરૂૂપી કેડી પર ચાલી જ્ઞાનપ્રચુર સમાજના નિર્માણ માટે સમાજના ઘડવૈયા તરીકેની કપરી કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી રહેલા આપણા શહેરની શાન સમા વિવિધ સરકારી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં ફરજ બજાવતા 11 શ્રેષ્ઠ શિક્ષક ભાઈઓ-બહેનોનો શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારંભ સમાજજીવનના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં શિક્ષકદિને તારીખ 5/9/2024 ગુરૂૂવારના રોજ સવારના 9:45 વાગે કાલાવડ રોડ પર નુતનનગર હોલ પાસે આવેલ કે.જે.કોર્ટયા ગર્લ્સ હાઇસ્કુલમાં યોજવામાં આવેલ છે.

શહેરના ગૌરવસમા ડો.ભાવેશભાઈ દવે (પ્રિન્સીપાલ જી.ટી.શેઠ વિદ્યાલય), રમેશભાઈ પીઠીયા(સરસ્વતી વિદ્યા મંદિર), કૌશિકભાઈ છાંટબાર (મોકાસર પ્રાથમિક શાળા), લીનાબેન વીસરોલીયા (કડવીબાઈ વિદ્યાલય), દિપેશભાઇ સોનીગ્રા (શાળા નં. 66), વિજયભાઈ ટોક (શાળા નં. 73), દિલીપભાઈ મકવાણા (શાળા નં. 80), મીરાબેન પાટણવાડીયા (શાળા નં. 82), મધુબેન વિરડીયા (શાળા નં. 94), ભુપેન્દ્રભાઈ રૂૂપારેલીયા (શાળા નં. 95), દીપકભાઈ ગોસાઈ (શાળા નં. 100) નું કુમકુમ તિલક કરી, ખેસ તેમજ સુરતની આંટી પહેરાવી, પુષ્પગુચ્છ, શ્રીફળ સાકરનો પડો, પુસ્તક, વિવેકાનંદજીનો ફોટો, સ્મૃતિ ભેટ, શિલ્ડ આપી તેમજ શાલ ઓઢાડીને ભાતીગળ તેમજ પરંપરાગત સન્માન કરવામાં આવશે. શિક્ષક દિન નિમિતે યોજાયેલા અનેરા અવસરમાં શહેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ દોશી, મેયર નયનાબેન પેઢડીયા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, નિવૃત પ્રિન્સીપાલ ભાનુપ્રસાદ પંડયા, ફૂલછાબના જનરલ મેનેજર નરેન્દ્રભાઈ ઝીબા, જાણીતા ઉદ્યોગપતિ પ્રતાપભાઈ પટેલ, મોઢવણિક સમાજના અગ્રણી કિરીટભાઈ સી. પટેલ, વિનોદરાય પટેલ, બ્રહ્માકુમારી ગીતાદીદી, શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન પ્રવીણભાઈ નિમાવત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો. રેખાબા જાડેજા, વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના અરવિંદભાઈ પટેલ, સીઝન સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટના અજયભાઈ જોષી, નાથાણી બ્લડબેંકના કે.ડી.નાથાણી, રઘુર્વશી અગ્રણી ચંદુભાઈ રાચયુરા સહિતના સમાજજીવનના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહેશે.
સમગ્ર આયોજનની સફળતા માટે અનુપમ દોશી, પંકજ રૂૂપારેલીયા, પ્રફુલભાઈ ગૌસ્વામી, વી.ડી. વઘાસીયા, રમેશભાઈ દતા, જયેન્દ્રભાઈ મહેતા, પરિમલભાઈ જોષી, વિપુલભાઈ ભટ્ટ, વિજયભાઈ કુંભારવાડીયા, નૈષધભાઈ વોરા, મહેશભાઈ વ્યાસ, મહેશભાઈ જીવરાજાની, જેઠસુરભાઈ ગુજરીયા, કરશનભાઈ મહેતા, સુખદેવ અગ્રાવત, વિવેક પંચોલી, મિહિર ગોંડલીયા, કામેબ માજી વગેરે કાર્યરત છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsTeachers
Advertisement
Next Article
Advertisement