માળિયા-મિયાણાના ખાખરેચી ગામે 108ના ચાલકે 4 વર્ષની બાળાને ઉલાળી
માળીયા મીયાણાના ખાંકરેજી ગામે મજુરી અર્થે આવેલા પરિવારની ચાર વર્ષની બાળકી માતા સાથે શેરડીનો રસ લઈને વાડીએ જતી હતી ત્યારે પુર પાટ ઝડપે ધસી આવેલી 108નાં ચાલકે ચાર વર્ષની બાળકીને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. બાળકીને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, માળીયા મીયાણાના ખાંકરેજી ગામે રહેતાં પરિવારની પ્રિયાબેન અલ્કેશભાઈ ભીલવા નામની ચાર વર્ષની માસુમ બાળકી બપોરના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં પોતાની વાડીએ રસ્તા પર ચાલી જતી હતી ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલી 108ના ચાલકે માસુમ બાળકીને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલી માસુમ બાળકીને તાત્કાલીક સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત બાળકીનો પરિવાર મુળ દાહોદનો વતની છે. પ્રિયાબેન ભીલવા તેની માતા સાથે શેરડીનો રસ લઈ વાડીએ જતી હતી તે દરમિયાન 108ના ચાલકે બાળકીને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માળીયા મીયાણ્ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.