વંદે ભારતને પશુઓથી બચાવવા 106 કરોડ ખર્ચાશે
રાજકોટથી વિરમગામ સુધી રેલવે ટ્રેકની બન્ને તરફ ફેન્સિંગ નાખવા ટેન્ડર બહાર પડાયા
સૌરાષ્ટ્રના યાત્રિકોને ઝડપી રેલવે સુવિધા આપવા માટે રેલવે દ્વારા અમદાવાદ-જામનગર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. વંદે ભારતની સ્પીડ વધારે હોવાથી પશુ અકસતો બનતા હોય છે. અને તેમાં ગાર્ડ-પશુઓને નુક્શાન થતું હોવાથી વંદે ભારત ટ્રેેનને પશુઓથી રક્ષિત કરવા માટે રાજકોટથી વિરમગામ વચ્ચે ટ્રેકની બન્ને સાઈડ ફેન્સીંગ નાખવા માટે 100 કરોડથી વધુનો ખર્ચ કરાશે.
મળતી માહિતી મુજબ પશ્ર્ચિમ રેલવે દ્વારા આ માટેના ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે. જેમાં અંદાજે 181 કિલોમીટરના ટ્રેકમાં બન્ને બાજુ ફેન્સીંગની કામગીરી કરવામાં ાવશે. જેમાં રાજકોટ-વાંકાનેર વચ્ચે 41 કિલોમીટરના અંતરમાં રૂા. 21.10 કરોડ, વાંકાનેર-સુરેન્દ્રનગર વચ્ચે 75 કિલોમીટરમાં રૂા. 43.96 કરોડ અને સુરેન્દ્રનગર-વિરમગામ વચ્ચે 65 કિલોમીટરના અંતરમાં રૂા. 40.87 કરોડના ખર્ચે ફેન્સીંગ નાખવાની કામગીરી કરાશે.
વંદે ભારત ટ્રેન 130થી વદુની સ્પીડે દોડાવવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદથી રાજકોટ વચ્ચે અસંખ્ય ગ્રામ્ય અને વિડી વિસ્તાર આવે છે જેમાં માલધારીો પોતાના માલઢોર ચરાવવા માટે આવતા હોય છે અને ક્યારેક પશુઅ રેલવે ટ્રેકની આસપાસ પહોંચી જાય ટ્રેનોની હડફેટે આવી જતા હોવાની ટના છાશવારે બનતી હોય છે. ત્યારે પશુઓને પણ નુક્શાન ન થાય અને વંદે ભારત ટ્રેનને પણ નુક્શાન ન થાય તે માટે પશ્ર્ચિમ રેલવે દ્વારા 106 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે ટ્રેકની બન્ને બાજુ ફેન્સીંગ બનાવવામાં આવશે જેનું ટેન્ડર બહાર પાડી અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વંદે ભારત ટ્રેન શરૂ થઈ ત્યારે અમદાવાદ-જામનગર રૂટ પર બે-ત્રણ વાર પશુ અકસ્માતની ઘટના બની છે અને તેમાં ટ્રેનના આગળના ભાગે ગાર્ડને ભારે નુક્શાન થયું છે. ત્યારે પશુના મોત પણ થયા છે. ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે રેલવે દ્વારા ફેન્સીંગ નાખવાનું આયોજન કર્યુ છે. પરંતુ ઘણા નિષ્ણાંતો દ્વારા આ આયોજનને સોના કરતા ઘડામણ મોંઘુ હોવાનું જણાવી રહ્યા છે.
વંદે ભારત ટ્રેનના નિર્માણનો ખર્ચ રૂા. 100 કરોડની આસપાસ રહ્યો છે. ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી ચેન્નઈના જનરલ મેનેજર એ.કે. અગ્રાવતે અગાઉ જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેનનું નિર્માણ રૂા. 110થી રૂા. 120 કરોડમાં થયું છે. ત્યાંરે તેને રક્ષણ આપવા રૂા. 100 કરોડ વપરાશે તેનાથી આશ્ર્ચર્ય ફેલાયું છે.
અ’વાદ-મુંબઈ વચ્ચે ફેન્સિંગ એક કિ.મી.માં 39 લાખનો ખર્ચ : રાજકોટમાં 58 લાખનું એસ્ટિમેટ
અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારતને પણ પશુઓથી રક્ષણ આપવા માટે 620 કિલોમીટરમાં રૂા. 245 કરોડના ખર્ચે ફેન્સીંગ બાંધવામાં આવી હતી જેમાં પણ કિમીમાં રૂા. 39 લાખનો ખર્ચ થયો છે. જ્યારે જામનગર રૂટ પર રૂા. 58 લાખનું એસ્ટીમેટમ નિકળ્યું છે.