સરકારી મેડિકલ કોલેજમાં 10,000 બેઠક વધશે
કોલેજોને અપગ્રેડ કરવા સરકાર 15,034 કરોડ ખર્ચ ઉઠાવશે: ખઇઇજમાં 5000 બેઠકો ઉમેરવા સૈધાંતિક મંજૂરી
મોદી સરકારે દેશભરની હાલની સરકારી મેડિકલ કોલેજોમાં પીજી અને યુજી અભ્યાસક્રમો માટે બેઠકોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. બેઠકોની સંખ્યા 10,000 થી વધુ છે.
કેન્દ્રીય કેબિનેટે યુજીમાં એમબીબીએસ અને પીજીમાં એમડી જેવા અભ્યાસક્રમો માટે બેઠકો વધારવા માટે ચાલુ કેન્દ્રીય યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ, 5,023 એમબીબીએસ બેઠકો વધારવામાં આવશે, જ્યારે પીજી માટે 5,000 નવી બેઠકો ઉમેરવામાં આવશે. સરકાર દરેક બેઠક માટે ₹1.50 કરોડનો ખર્ચ ઉઠાવશે, જે કુલ ₹15,034 કરોડ થશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેબિનેટે હાલની સરકારી મેડિકલ કોલેજોને અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે. આ હેતુ માટે, કેબિનેટે 5,023 MBBS બેઠકો અને 5,000 PG બેઠકોના વિસ્તરણને મંજૂરી આપી છે. સરકાર માને છે કે આ પગલાથી સ્નાતક સ્તરની તબીબી ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે, નિષ્ણાત ડોકટરોની ઉપલબ્ધતા વધશે અને સરકારી તબીબી સંસ્થાઓમાં નવી વિશેષતાઓ દાખલ કરવામાં સક્ષમ બનશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારો સંયુક્ત રીતે મેડિકલ કોલેજ બેઠકોના આ વિસ્તરણ માટે ભંડોળ પૂરું પાડશે. 2025-26 થી 2028-29 ના સમયગાળા માટે બંને યોજનાઓનો કુલ ખર્ચ ₹15,034.50 કરોડ થશે, જેમાં કેન્દ્ર સરકાર ₹10,303.20 કરોડ અને રાજ્ય સરકારો ₹4,731.30 કરોડનું યોગદાન આપશે.