રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબી લાતી પ્લોટમાંથી કોડીન સિરપની 10,000 બોટલ ઝડપાઇ

12:43 PM Mar 14, 2024 IST | Bhumika
Advertisement

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નંબર 1/2 વચ્ચે શ્રીહરીકૃપા ટ્રાન્સપોર્ટ નામના ગોડાઉનમાં નશાકારક કોડીન યુક્ત સીરપની બોટલો નંગ-10,000 કી.રૂ.20,54,800/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. 20,59,800/- ના મુદામાલ સાથે એક ઇસમોને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

Advertisement

મોરબી સીટી એ ડીવીઝન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે લાતી પ્લોટ શેરી નં.1/2ની વચ્ચે શ્રીહરીકૃપા ટ્રાન્સપોર્ટમાં એબોટ કંપનીની ફેન્સીડીલ નામની નશાકારક કોડીન યુકત કફ સીરપનો ગેર કાયદેસર જથ્થો પડેલ છે અને હાલમાં પણ ટ્રાન્સપોર્ટમાં પડેલ છે તેવી ચોક્કસ બાતમી મળેલ હોય જે બાતમીના આધારે રેઈડ કરતા નશાકારક કોડીન યુક્ત સીરપની બોટલો નંગ-10,000 કી.રૂ.20,54,800/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. 20,59,800/- નો મુદામાલ સાથે આરોપી આશીફ આમદભાઇ રાઠોડ ઉ.વ.40 રહે. મોરબી વાવડી રોડ, ભારતપાન વાળી શેરી મોરબીવાળાને ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક ઈસમ ટ્રોન્સપોર્ટ/ગોડાઉનના માલીક ગોપાલભાઇ પરબતભાઇ ભરવાડ રહે. રાજકોટવાળાનું નામ ખુલતા તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિ. પોલીસ સ્ટેશન ખાતે ગઉઙજ એકટ ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsmorbimorbi newssyrup
Advertisement
Next Article
Advertisement