સ્વામિ ગુરુકુળમાં 1000 કિલો કેરીનો આમ્રકૂટ ભગવાનને અર્પણ કરાયો
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા હરિનોમ ના દિવસે 1000 કિલો કેરીનો આમ્રકૂટ ઉત્સવ કરવામાં આવ્યો હતો. ઠાકોરજી સમક્ષ કેરીનો આમ્રકૂટ ધરાવી ગુરુ મહારાજ દેવ કૃષ્ણદાસજી સ્વામીએ શ્રીજી મહારાજની આરતી ઉતારી આમ્રકૂટ ભગવાનને અર્પણ કર્યો હતો. ગુરુ મહારાજ અને મહંત સ્વામીની પ્રેરણાથી રાજકોટ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને હરિભક્તો દ્વારા આમ્રકૂટ ધરણામાં આવ્યો હતો. આમ્રકૂટમાં ધરાવેલ તમામ કેરીઓ રાજકોટની વિવિધ બાંધકામ સાઈટ ઉપર મજુરી કામ કરતા શ્રમિકોને જ્ઞાનજીવનદાસજી સ્વામી, પૂર્ણ પ્રકાશ દાસજી સ્વામી, વૃંદાવન વિહારીદાસ સ્વામી, રસિકવલ્લભ સ્વામી, રઘુવીરચરણ સ્વામી તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વિતરિત કરવામાં આવી હતી.ધર્મજીવનદાસજી સ્વામીના જન્મ જયંતી નિમિત્તે ઝુપડપટ્ટીમાં રહેતા અને સરકારી સ્કૂલમાં ભણતા ગરીબ બાળકોને સ્કુલબેગ, ફુલસ્કેપ ચોપડાઓ અને સ્ટેશનરી કીટનું વિતરણ વેકેશન ખુલતા આગામી દિવસોમાં કરવામાં આવશે.