અલંગના પાવલિયા વિસ્તારમાં 100 પાકા મકાન જમીન દોસ્ત થશે
ભાવનગર નજીકના અલંગ સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડ સંલગ્ન જે ધંધાઓ વિકસ્યા હતા,પાકા મકાનો બન્યા હતા જે ગૌચરણ અથવા તો સરકારી પડતર મા હોય તે તમામ ને ખાલી કરવાની નોટીસ બાદ જેના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે તેવા દબાણો જે સ્વૈચ્છિક હટાવ્યા નથી તે તમામ ઉપર આજ સોમવાર થી બુલડોઝર ફરવાનું શરૂૂ થઈ જશે.
અલંગ મણાર ગામની ગૌચરણ અને સરકારી પડતર જમીન પર ત્રણેક દાયકાથી જે લોકોએ ગેરકાયદેસર રીતે કબ્જો જમાવ્યો હતો. જ્યાં કાચા પાકા મકાનો કે ધંધા રોજગાર માટે અનુકૂળ બાંધકામ કરવામાં આવ્યુ હતુ તેવા લોકોને સ્વૈચ્છિક રીતે ખાલી કરવા ની નોટિસો બાદ આપવામાં આવેલ વીજ કનેક્શન પણ કટ્ટકરી નાખવામાં આવ્યા બાદ દબાણકર્તા ઓ રાજકીય ઓથ લેવા દોડી પડ્યા હતા.કહેવાય છેકે સ્થાનિક લેવલના રાજ્ય અને કેન્દ્રીય મંત્રીઓ સુધી રજુઆત કરવામા આવી હોવા છતાંય કેન્દ્ર ગેરકાયદેસર દબાણ દૂર કરવા મક્કમ છે અને તેના માટે કડક સુચના ને આધિન કામથઈ રહ્યું છે. તેવી ચર્ચાઓ વચ્ચે આવતીકાલ સોમવાર થી ડીમોલેશન નો પ્રારંભ થશે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે ગીતાંજલી ચોકડી થી લઈ યાર્ડ સુધીના આશરે 150 મા પડેલો માલ સ્વૈચ્છીક રીતે હટાવી લીધો છે.
અલંગ મણાર એક સમયે સયુંકત ગ્રામ પંચાયત હોય અહીં ગૌચરણ ની જમીન પર આશરે એકસો થી વધુ પાકા મકાનો બની ગયાછે.આ મકાન ને ગ્રામ પંચાયત પાણી કે વેરા પહોંચ આપતી ન હોવા છતાંય કેટલાક મકાનો તો લાખ્ખો ની કિંમત ના બનાવી નાખ્યા છે.પાવલિયા વિસ્તારમાં બનેલા આ મકાનો સ્વૈચ્છિક રીતે ખાલી કરવા સ્થાનિક તંત્ર વાહકોએ અપીલ કરી છે.
બને તેટલું ઝડપી દબાણ હટાવવા માટે તળાજા ડે. કલેકટર મકવાણા કામ કરી રહ્યા છે.તેઓએ જણાવ્યું હતુ કે મહુવા ડિવિઝન નો પોલીસ બંદોબસ્ત મગાઈ ગયો છે.સવારે 9 કલાકે દબાણ હટાવ કામગીરી શરૂૂ કરવામાં આવશે.તેના માટે 10 જેસીબી સહિત તેને લગતા અન્ય સાધનોની વ્યવસ્થા કરવામા આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે જીએમબીએ પણ ગૌચરણ ની જમીન પર કામ કરવાની મંજૂરી આપી ને ભાડા ઉઘરાવ્યાં છે.જે જમીન પરના ભાડા ઉઘરાવ્યાં છે તે સરકારની તિજોરીમા જમા કરાવ્યા છેકે ખીસ્સા ભર્યાં છે? તેવા સવાલ સાથે આ બાબત ની ગંભીરતા દાખવી તપાસ થવી જોઈએ તેવી લાગણી સાંભળવા મળી રહી છે. જે લોકોને સ્ટે મળ્યો છે તે ૠખઇ ની પહોંચ ઉપર મળ્યો હોવાની વાત અહીં વહેતી થઈ છે.
નબળી કામગીરી કરતા સરકારી કર્મીઓ સામે લાલઆંખ
અલંગ મણાર મા થયેલા દબાણો બને તેટલા ઝડપી દૂર કરવા સ્થાનિક કર્મીઓને કડક સૂચનાછે.સરકારી બાબુઓમા ત્યાં સુધી ચર્ચા છેકે જે કર્મચારીઓ ની ઢીલી કામગીરી દેખાઈ છે તેવાને નોટીસ અને બદલી સુધીની કાર્યવાહી કરવામા આવશે.