ગુજરાતમાં 100 ટકા વરસાદ, જૂન માસમાં વાવણી, ઓક્ટોબરમાં ચોમાસાની વિદાય
વરસાદને લઈ જૂનાગઢ કૃષિ યુનિ.ના આગાહીકારોનું અવલોકન સામે આવ્યું છે, આગાહીકારનું કહેવું છે કે, આ વખતે ગુજરાતમાં 100% થી વધુ વરસાદ થવાની આગાહી છે, 50થી વધુ આગાહીકારોએ આપ્યું પૂર્વ અનુમાન તો ખેડૂત જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વાવણી કરી શકે તેવી શકયતા પણ દેખાઈ રહી છે, ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં આવી શકે છે વાવાઝોડું અને ઓક્ટોબર અંતમાં વિધિવત રીતે વરસાદ વિદાય લેશે.
વરસાદને લઈ ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે ત્યારે વરસાદ અને વાવણીને લઈને આ વખતે ખેડૂતોને સારો ફાયદો થાય તેવી સંભાવના રહેલી છે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતમાં 100 ટકા વરસાદ થવાની શકયતાઓ સેવાઈ રહી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આગાહીકારો થયા એકત્રિત જેમા 31 માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં આગાહીકારોનું અવલોકન સામે આવ્યું છે. ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં આવી શકે છે વાવાઝોડું અને ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં વિધિવત રીતે વરસાદની થશે વિદાય.
અંબાલાલ પટેલનું કહેવું છે કે, આ વખતે ચોમાસું વહેલું શરૂૂ થવાની શક્યતા છે, 24, 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં હલચલ થશે અને 28 મે થી 4 જૂન સુધી કેરળમાં ચોમાસુ શરૂૂ થશે અને લો પ્રેશર થતા અરબ સાગરમાં ચક્રવાત થઈ શકે છે અને રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસુ સારું જશે તેવી આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે.
પૂર્વ ગુજરાતના ભાગોમાં તાપમાન 33 ડિગ્રી સુધી રહી શકે છે તો 14 મે થી બંગાળનો ઉપસાગર સક્રિય થાય અને વાવાઝોડાની પ્રક્રિયા શરૂૂ થશે માસમાં વાવાઝોડા બંગાળના ઉપસાગર તથા અરબી સમુદ્રમાં ત્યારબાદ વાવાઝોડા સક્રિય થશે.મે માસ માં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી જઈ શકે છે.