રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મિલકત વેરા, વોટર ચાર્જ વેરામાં 100% વ્યાજ માફી

12:27 PM Feb 19, 2024 IST | Bhumika
Advertisement

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ઠરાવ અનુસાર શહેરીજનો માટે વધુ એક તક બાકી વેરા સહેલાઈથી ભરપાઈ કરવા માટે આપવામાં આવી છે.જામનગર મહાનગરપાલિકા દવારા મિલ્કત વેરા - વોટર ચાર્જ - વ્યવસાય વેરા માં 100 ટકા વ્યાજ માફી યોજના તા.15/02/2024 થી તા.31/03/2024 સુધી જાહેર કરવામાં આવી છે. આ સોનેરી તકનો લાભ લેવા જામનગર શહેરના શહેરીજનોને જાહેર અપીલ કરવામાં આવી છે.

Advertisement

મિલ્કત વેરા અને અન્ય સંલગ્ન વાર્ષિક કર દર સાલે તાં. 1, એપ્રિલ અને તાં.1, ઓકટોબર ના ડયુ થાય છે .અને તે દર છ માસે એડવાન્સમાં ભરપાઈ કરવાના રહે છે. શહેર હદ વિસ્તારમાં મિલ્કત ધરાવતાં તમામ શહેરીજનો ને આ પ્રેસનોટ થી સુમાહિતગાર કરવામાં આવે છે કે જો આપ શહેરી હદ વિસ્તારમાં કોઈપણ મિલ્કત ધરાવતાં હોય તો આપ મિલ્કતવેરા અને તેને સંલગ્ન વેરા ભરવા જવાબદાર છો અને એ પણ એડવાન્સમાં એટલે કે, 1, એપ્રિલ અને 1, ઓક્ટોબર નાં . ચાલુ નાણાંકિય વર્ષ 2023 - 24 ના બિલો બજવણીની પ્રક્રિયા હાલે ચાલુ હોય પરંતુ જે આસામી / શહેરીજનો ને બિલો પ્રાપ્ત થયેલ ન હોય, તે જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ પર થી ડાઉનલોડ કરી મેળવી શકશે. અથવા તો જામનગર મહાનગરપાલિકાની મિલ્કતવેરા શાખામાંથી રૂૂબરૂૂ મેળવી શકશે. ગુજરાત રાજય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ - 1976 અન્વયે વ્યવસાય વેરા ના કાયદાના અમલીકરણ અને સતા ની જવાબદારી જામનગર મહાનગરપાલિકા ને સોંપવામાં આવેલ છે. જેમાં વાર્ષિક હોલ્ડરોને વાર્ષિક વ્યવસાય વેરા તા.30/09 સુધી ભરપાઈ કરવાની રહે છે તથા રજીસ્ટ્રેશન હોલ્ડરોનો વ્યવસાયવેરો દર માસે ભરપાઈ કરવાનો રહે છે. વર્ષ 2023-24 સુધી ભરપાઈ કરવાનો બાકી હોય, તેવા બાકીદારોને આ પ્રેસનોટ થી ઉપરોકત સમયગાળા દરમ્યાન વ્યાજમાફી ની જાણ કરવામાં આવે છે.

જામનગર મહાનગર પાલિકામાં ટેકસ સ્વીકારવા માટે મહાનગર પાલિકાની મુખ્ય કચેરી, શરૂૂસેકશન સિવિક સેન્ટર, રણજીત નગર સિવીક સેન્ટર તથા ગુલાબનગર સિવીક સેન્ટર, રીકવરી વેન તથા જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ પર અને એચડીએફસી બેંક, આઈડીબીઆઈ, નવાનગર બેંક ની તમાંમ બ્રાન્ચોમાં પણ ભરપાઈ કરી શકાશે. આ વ્યાજ માફી નો લાભ મેળવી આપના બાકી રહેતા મિલકત વેરા- વોટર ચાર્જ અને વ્યવસાય વેરા જામનગર મહાનગરપાલિકા માં વહેલી તકે ભરપાઈ કરવા આસી. કમિશનર (ટેક્સ) જામનગર મહાનગર પાલિકા એ અનુરોધ કર્યો છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement