For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાપા માર્કેટ યાર્ડમાં મરચાંની 10 હજાર ભારી ઠલવાઈ

01:04 PM Mar 04, 2024 IST | admin
હાપા માર્કેટ યાર્ડમાં મરચાંની 10 હજાર ભારી ઠલવાઈ
  • મણે રૂા.1500થી 5000 સુધીના બોલાયા ભાવ

Advertisement

જામનગર જિલ્લાના સૌથી મોટા હાપા માર્કેટિંગ યાર્ડમાં સિઝનની માફક જુદી જુદી જણસોની આવક થતી હોય છે. ત્યારે હાલ જીરુ અને કપાસની જંગી આવક જોવા મળી રહી છે. તેવામાં આજે જામનગર યાર્ડમાં સુકા મરચાની જબરદસ્ત આવક થતા મરચાની આવક બંધ રાખવાની નોબત આવી છે. મહત્વનું છે કે હાલ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. જેના આગમચેતીના ભાગરૂૂપે જામનગર યાર્ડમાં મરચાની આવક બંધ કરાઈ હતી. પરંતુ હવે માવઠાની મોકાણ હટતાં આવક શરૂૂ કરાય છે. જેને લઈને આજે મરચાની જંગી આવક નોંધાઈ હતી.

આજે હાપા માર્કેટિંગ યાર્ડમાં મરચાની 10,000 ભારીની આવક થઈ હતી. વહેલી સવારથી જ ખેડૂતો 205 વાહનમાં મરચા ભરીને આવેલ હતા. જેને લઈને આજે રવિવાર બપોરના 12:00 વાગ્યાથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મરચાની આવક બંધ કરવાની ફરજ પડી છે.જગ્યા સહિતના પ્રશ્નો ઉભા થતાં મરચાંની આવક બંધ રાખવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

હાલ મરચાની સિઝનને લઈ અને જામનગર યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ 1500 રૂૂપિયાથી માંડી 5000 રૂૂપિયા સુધીના મણદીઠ મરચાના ભાવ મળી રહ્યા છે. જેને લઇને ખેડૂતો આ સારા ભાવને લઈ આકર્ષાય રહ્યા છે અને તેઓ પોતાનો પાક વેચવા માટે આવી રહ્યા છે પરિણામે જામનગર યાર્ડમાં મરચાની સારી એવી આવક નોંધાઈ રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement