સુરેન્દ્રનગરની 10 હોસ્પિટલો પણ PM-JAY યોજનામાં શંકાના દાયરામાં
ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ રાજ્યભરની હોસ્પિટલોમાં તપાસનો ધમધમાટ શરૂૂ કરવામાં આવ્યો છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાની PMJAY યોજના અંતર્ગત સારવાર આપતી 10થી વધુ હોસ્પિટલો શંકાના દાયરામાં છે. અહેવાલની અસર સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગમાં જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના બાદ મેડિકલ માફિયાઓ પર લગામ લગાવા હવે તંત્ર જાગ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાની PMJAY યોજના અંતર્ગત સારવાર આપતી 10થી વધુ હોસ્પિટલો શંકાના દાયરામાં આવી છે. PMJAY યોજના અંતર્ગત સારવાર આપતી જિલ્લાની 10થી વધુ હોસ્પિટલોમાં ટૂંક સમયમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ PMJAY યોજનામાં હોસ્પિટલો દ્વારા ગેરરીતિ કરવામાં આવતી હોવાની આરોગ્ય વિભાગને શંકા છે. હવે આરોગ્ય વિભાગ દ્વારા 10થી વધુ હોસ્પિટલોમાં દર્દીના ઓપરેશન અને બિલની અને ડેટા એન્ટ્રી સહિતની વસ્તુની ચકાસણી હાથ ધરવામાં આવશે. આ સાથે દર્દીઓને આપવામાં આવતી સારવાર અંગેની પણ આરોગ્ય વિભાગ વિગત મેળવશે.