સ્ટેમ્પડયુટીમાં કાળા-ધોળા કરનાર 10 મિલકતધારકોને રૂા.27.50 લાખનો દંડ
અમુકે બિલ્ટઅપના બદલે કારપેટ મુજબ સ્ટેમ્પ ડયુટી ભરી, અમુકે બાંધકામ જ ઓછુ દર્શાવ્યું
રાજકોટ શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ચાલી રહેલા સ્ટેમ્પ ડ્યુટી કૌભાંડનો પર્દાફાશ થયો છે. બાંધકામ ક્ષેત્રે બિલ્ટઅપને બદલે કાર્પેટ વિસ્તાર મુજબ દસ્તાવેજ નોંધણી કરીને તેમજ બાંધકામ ઓછું દર્શાવીને સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરવાના કારસ્તાનને શહેરના સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટરે ઝડપી પાડ્યું છે. આ પ્રકરણમાં રાજકોટ જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ સહિત કુલ 10 આસામીઓને રૂૂ. 27.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસ, માલવીયા ચોક, પ્રમુખ સ્વામી આર્કેડ બિલ્ડીંગમાં આવેલી રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપતભાઈ જસમત બોદર અને એડવોકેટના પુત્ર સૌમિલ દિલીપ પટેલની ઓફિસમાં બીલ્ટઅપને બદલે કાર્પેટ મુજબ દસ્તાવેજ નોંધણી કરીને સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરવામાં આવી હોવાનું ખુલ્યું છે.
આ ગેરરીતિ પકડાતા, કચેરી દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને રૂૂ. 43,326 ની ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી વસૂલવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. આ કેસ ચાલતા, સંડોવાયેલા આસામીઓને રૂૂ. 1,55,074 નો દંડ સહિત કુલ રકમ રૂૂ. 1,99,300 નો દંડ ભરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં કુલ 10 આસામીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
વાવડી સર્વે નંબર 18 પૈકી 1 પૈકી 7 માં આવેલી મિલકતમાં ત્રણ આસામીઓએ બાંધકામ ઓછું દર્શાવી દસ્તાવેજની નોંધણી કરાવી હતી. આથી સરકારી તંત્રએ સ્થળ પર જઈને તપાસ કરતા બાંધકામ વધુ મળી આવ્યું હતું. આથી ત્રણેય આસામીઓને ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી રૂૂ. 1,53,140, અને તેટલી જ રકમનો દંડ રૂૂ. 1,53,140 મળી કુલ રૂૂ. 3,10,874 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ જ આસામીઓના બીજા એક પ્લોટમાં પણ આવું જ કારસ્તાન કરવામાં આવ્યું હતું. તેમાં પણ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીની રૂૂ. 1,53,140 અને તેટલી જ રકમનો દંડ રૂૂ. 1,53,140 મળી કુલ રકમ રૂૂ. 3,10,874 નો દંડ કરવામાં આવ્યો છે.
ચોથા અને સૌથી મોટા કેસમાં, રૈયા ટીપી 4 સર્વે નં. 318 માં આવેલી વર્ધમાન એન્ટરપ્રાઈઝના ચાર ભાગીદારોએ પણ આવી જ રીતની કળા કરી હોવાનું સામે આવ્યું છે. તેઓને ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી રૂૂ. 7,12,094 અને રૂૂ. 12,17,781 નો દંડ મળી કુલ રૂૂ. 19,29,875 નો દંડ ફટકારવામાં આવ્યો છે.