ધ્રાંગધ્રાના લોકમેળામાં 4 દિવસમાં 10 લાખ લોકોએ મજા માણી
નગરપાલિકા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું, મન મુકી લોકો મહાલ્યા
ધ્રાંગધ્રાના ફલકુ નદીના પટમા 4 દિવસનો લોકો મેળો સાતમ આઠમ, નોમ અને દસમ યોજાય છે. ત્યારે મંત્રી હસ્તે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચાર દિવસ મા 10 લાખ લોકો એ મેળાની મજા માણીધ્રાંગધ્રાના 4 દિવસના લોક મેળાનુ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા ની આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યુ ત્યારે મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજા, ધારાસભ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાસંદ ચંદુભાઈ શીહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણની ઉપસ્થિતમાં ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો.
ધ્રાંગધ્રામેળામાં 10 લાખ લોકો મજા માણી આગેવાનોએ જણાવ્યું કે ધ્રાંગધ્રા જિલ્લાનું વિકસતુ શહેરમાં લોકો મન મૂકીને મેળાની મજા માણે તેવી શુભેચ્છા. ત્યારે પ્રથમ વાર રાત્રીના 11 વાગ્યા સુધી લોકો મેળો માણી શકે તે માટે નગરપાલિકા દ્વારા સફળ આયોજન અને સુંદર વ્યવસ્થા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, ની આગેવાનીમાં ચીફ ઓફીસર મંન્ટીલભાઈ પટેલ, પદાધિકારીઓ સહિતનાએ જેહમત ઊઠાવી હતી. ત્યારે મેળામાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરનારનું સન્માન કરાયુ હતું.