For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માણાવદર-12, વંથલી-ખંભાળિયા-કલ્યાણપુરમાં 10 ઇંચ

11:30 AM Jul 01, 2024 IST | Bhumika
માણાવદર 12  વંથલી ખંભાળિયા કલ્યાણપુરમાં 10 ઇંચ
oppo_2
Advertisement

સવારથી સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે અંધાધૂંધ વરસાદ તૂટી પડ્યો, કુતિયાણામાં 9, વિસાવદર-જૂનાગઢમાં 8, મેંદરડામાં 7, કેશોદમાં 6 અને જેતપુરમાં 5 ઇંચ પાણી પડતા અનેક વિસ્તારો ડૂબડૂબા

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલથી મેઘરાજાએ ડેરા તંબુ તાણીયા છે. ગઇકાલે સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે મોટાભાગના જિલ્લા અને તાલુકાઓમાં સવારે 10 વાગ્યા સુધીમાં 12 ઇંચથી વધુ પાણી વરસાવી દેતા અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. તેમજ નદીઓમાં ઘોડા પૂર આવતા જળાશયોમાં નોંધપાત્ર વરસાદી પાણીની આવક જોવા મળી રહી છે. છેલ્લા 26 કલાક દરમિયાન બારે મેઘ ખાંગા થતા માણાવદર પંથકમાં 12, ખંભાળિયા 10, વંથલી 9॥, કલ્યણપુર 10, કલ્યાણપુર 10, કુતિયાણા 9, વિસાવદર-8, જુનાગઢ 8 અને મેંદરડા પંથકમાં 7 ઇંચ, બાબરા 4 ઇંચ, ધોરાજી 2.5, કાલાવડમાં 3 ઇંચ જેવો ભારે વરસાદ વરસ્યો હતો. આજ સવારથી સૌરાષ્ટ્ર ઉપર ઘટાટોપ વાદળો છવાયેલા હોય.

Advertisement

ભારે વરસાદ તુટી પડવાની સંભાવના જોવાઇ રહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ગઇકાલે સાંજથી મોટાભાગના જિલ્લાઓમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ અનરાધ વરસાદ તૂટી પડ્યો છે. જેમાં દેવભુમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા પંથકમાં વરસાદે ભૂકા કાઢી નાખ્યા હતા. 24 કલાકમાં દસ ઇંચથી વધુ પાણી વરસી જતા સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. દ્વારકા જિલ્લામાં અને ખાસ કરીને વંથલીમાં 11 ઇંચ અને ખંભાળિયામાં 10, કલ્યણપુર 10, કુતિયાણા 9, જુનાગઢ 8 અને મેંદરડા પંથકમાં 7 ઇંચ તેમજ અન્ય તાલુકામાં એકથી સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસી જતા નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર દ્વારા ભારે વરસાદમાં રેસક્યુ સહિતની કામગીરી માટે એનડીઆરની ટીમ તૈનાત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદના પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો.

સૌરાષ્ટ્રમાં છેલ્લા 36 કલાકમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને જામનગર જિલ્લામાં 1થી 11 ઇંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો હતો. જેમાં ઉપલેટા 83 મીમી, જૂનાગઢ શહેર 6 ઇંચ, મેંદરડા 6 ઇંચ, જામકંડોરણા 4 ઇંચ, જેતપુર સાડા ચાર ઇંચ, કેશોદ 4 ઇંચ, કોડીનાર 3 ઇંચ તથા પડધરીમાં 2 ઇંચ સહિત 11 ઇંચ જેવો ભારે વરસાદ વરસી ગયો હતો.

દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકામાં આજે સવારે 24 કલાકમાં છ ઇંચ વરસાદ પડી ગયા બાદ આજે સવારે છથી આઠ વચ્ચે બે કલાકમાં જ વધુ ત્રણ ઇંચ વરસાદ પડી જતા દ્વારકા જાણે બેટમાં ફોરવાઇ ગયુ હતું. આજે સાવરથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદી વાતાવરણ જામેલુ જોવા મળી રહ્યું છે. 26 કલાકમાં 9 ઇંચ વરસાદથી ઠેરઠેર રસ્તા ધોવાઇ ગયા છે.

સૌરાષ્ટ્રના સાત સહિત આઠ જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આજે સવારે 10 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રના સાત જિલ્લા સહિત આઠ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવેલ છે. 10 વાગ્યા સુધીમાં કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના મેપ પ્રમાણે, આજે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ભરૂૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવી છે. આ તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement