ગુજરાતના 10 આઈએએસ અધિકારીઓને બિહારમાં નિરીક્ષકની જવાબદારી સોંપાઇ
બિહારમાં આગામી 6 અને 11 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ગુજરાતના 10 pdNufu અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. આ અધિકારીઓને ચૂંટણી નિરીક્ષક તરીકેની કામગીરી સોંપવામાં આવી છે. તેમનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.આ 10 અધિકારીઓને બિહાર મોકલવા સામાન્ય વહિવટ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે.
બિહારમાં આગામી 6 અને 11 નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં ગુજરાતના 10 pdNufu અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યના 10 અધિકારીઓને બિહારમાં ચૂંટણી નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ 10 અધિકારીઓને બિહારમાં ફરજ માટે ગુજરાતના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે. આ અધિકારીઓની ગુજરાતની ફરજનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.
ગુજરાતના આ 10 અધિકારીઓમાં મિલિન્દ તોરવણે, ડો. રાહુલ બી ગુપ્તા, રાજેશ માંજુ, રાજકુમાર બેનિવાલ, આલોક કુમાર પાંડે, સંદિપ સાંગ્લે, ડો.ધવલ પટેલ, નાગરાજન એમ, વી જે રાજપૂત, હર્ષિત પી ગોસાઈને બિહાર મોકલવામાં આવશે. તેમનો ચાર્જ ડો. રાજેન્દ્ર કુમાર, સંજીવ કુમાર, બી.એ. શાહ, રેમ્યા મોહન, જેનું દેવન, પ્રભવ જોશી, આઈ આર વાળા, પી. સ્વરૂૂપ, ડો. રતનકંવર ગઢવીચારણ, કુ.આઈ વી પટેલ, વી કે જાદવ અને નીતિન સાંગવાનને સોંપવામાં આવ્યો છે.