શિક્ષણ વિભાગના 10 અધિકારીને બઢતી, R.R. વ્યાસ બોર્ડના સચિવ
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ગ-1ના 10 અધિકારીઓને ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે બઢતી અપાઈ છે. આ બઢતીમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તેમજ સમગ્ર શિક્ષા અભિયાન કચેરીમાં કાયમી સચિવ મૂકાયા છે. 10 અધિકારીને બઢતી અપાતા તેમની ખાલી પડેલી DEO-DPEOની જગ્યાનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપાયો છે. શિક્ષણ બોર્ડના સચિવ તરીકે વડોદરાના ઉઊઘ આર.આર. વ્યાસને બઢતી અપાઈ છે. જ્યારે અમદાવાદનાDPEO ગૌરાંગ વ્યાસને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીમાં નાયબ નિયામક તરીકે બઢતી અપાઈ છે. ગૌરાંગ વ્યાસને બઢતી મળતા તેમની ખાલી પડેલી જગ્યા પર અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી કૃપા જ્હાને ચાર્જ સોંપાયો છે.
રાજ્યના વિવિધ જિલ્લામાં DEO-DPEO તરીકે ફરજ બજાવતા 11 અધિકારીઓના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકેના પ્રમોશન આપવા માટેની DPC31 માર્ચ પહેલા પૂર્ણ કરી દેવાઈ હતી. જોકે, ત્યાર પછી આ ફાઇલ જીપીએસસીમાં મોકલાઈ હતી. જીપીએસસીમાંથી ફાઇલ પરત આવ્યા બાદ નિમણૂક આપવાની હતી, પરંતુ નિમણૂકની કાર્યવાહીમાં વિલંબ થયો હતો. જોકે, હવે શિક્ષણ વિભાગ દ્વારા વર્ગ-1માં ફરજ બજાવતા 10 જેટલા અધિકારીને ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે બઢતી આપી નવી જગ્યાઓની ફાળવણી કરાઈ છે.
શિક્ષણ વિભાગે જે 10 અધિકારીને ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે પ્રમોશન અપાયા છે તેમાં GCERTમાં રીડર તરીકે ફરજ બજાવતાં નીપાબેન ડી. પટેલને શિક્ષણ બોર્ડમાં સંયુક્ત નિયામક તરીકે બઢતી અપાઈ છે. સુરતDPEO જયેશ પટેલને COSમાં નાયબ નિયામક (માધ્યમિક), વડોદરાના ઉઊઘ આર.આર.વ્યાસને શિક્ષણ બોર્ડમાં સચિવ, સુરેન્દ્રનગરDPEO શિલ્યાબેન પટેલને SSAના સચિવ, COSના મદદનીશ નિયામક (મહેકમ) નિવેદિતાબેન ચૌધરીને ઉચ્ચ શિક્ષણમાં નાયબ નિયામક, જુનાગઢના ઉઊઘ ભાવસિંહ વાઢેળને ઉચ્ચ શિક્ષણમાં નાયબ નિયામક (મહેકમ), બનાસકાંઠાનાDPEO વિનુભાઈ પટેલને સંસ્કૃત બોર્ડમાં ઘજઉ, મહીસાગરનાDPEO અવનીબા મોરીને GCERTમાં પ્રોજેક્ટ અધિકારી, ગાંધીનગર ઉઊઘ ભગવાન પ્રજાપતિને GIETમાં નાયબ નિયામક અને અમદાવાદDPEO ગૌરાંગ વ્યાસને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીમાં નાયબ નિયામક (ભરતી)માં પ્રમોશનથી નિમણૂક અપાઈ છે.
ડી.એસ.પટેલને બોર્ડમાં, વી.આર. ગોસાઈને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાં ચાર્જ સોંપાયો
શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓને અન્ય ચાર્જ સોંપવામાં આવ્યા છે. જેમાં શિક્ષણ બોર્ડમાં નાયબ અધ્યક્ષનો ચાર્જ સંભાળતા ડી.એસ. પટેલનો ચાર્જ લઈ લીધા બાદ તેમને ફરી શિક્ષણ બોર્ડમાં ચાર્જ સોંપાયો છે. શિક્ષણ બોર્ડના સંયુક્ત પરીક્ષા નિયામક એમ.કે. રાવલ તાજેતરમાં વયનિવૃત્ત થતાં તેમની ખાલી પડેલી જગ્યા પર ડી.એસ. પટેલને સંયુક્ત પરીક્ષા નિયામકનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે એમ.કે. રાવલ પાસેનો ગુજરાત શૈક્ષણિક ટેક્નોલોજી ભવનના નિયામકની જગ્યાનો વધારાનો હવાલો શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામક બી.એન. રાજગોરને સોંપવામાં આવ્યો છે. જ્યારે બી.એન. રાજગોરને સોંપવામાં આવેલા પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના સંયુક્ત નિયામકનો હવાલો પરત લઈ પાઠ્ય પુસ્તક મંડળના નિયામક વી.આર. ગોસાઈને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીના સંયુક્ત નિયામકનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.