1 વર્ષની બાળકીને કૂતરું ઉપાડી ગયું; 150 લોકોની ફોજ-FSL-ડોગ સ્કવોડ-ફાયર બ્રિગ્રેડ-ડ્રોન દ્વારા શોધખોળ માટે મેજર ઓપરેશન
સુરતના કામરેજ વિસ્તારમાં બનેલી વિચિત્ર ઘટના, માતાની નજર સામે જ બાળક ગયું, દળકટકે ઝાળી-જાંખરા ફેંદી માર્યા છતાં 80 કલાક બાદ પત્તો નથી
રાત્રે 700 લોકોએ સીમ-વગડાાં શોધખોળ કરી, માત્ર લોહીવાળી લહેંગી મળી, કુતરૂ અને બાળક ત્રીજા દિવસે પણ ગુમ
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ પાસે બાંધકામ સાઇટ ઉપર ગત મંગળવારે રાત્રે એક વિચિત્ર ઘટના બની હતી. માતાની બાજુમાં જ રમતી માત્ર એક વર્ષની માસુમ બાળકીને માતાની નજર સામે જ કુતરા જેવું કોઇ પ્રાણી ઉપાડી ગયું હતું. આ ઘટના નજરે જોનાર માતાએ ચીસો પાડી કુરતા જેવા પ્રાણીનો પીછો કર્યો અને દેકાો સાંભળી ત્યાં રહેલા અન્ય સો જેટલા શ્રમિકોએ પણ કુતરા પાછળ દોટ મુકી બાળકીને બચાવવા પ્રયાસ કર્યો પરંતુ પળવારમાં કુતરૂ બાળકીને લઇને ગાયબ થઇ ગયું, આજે બપોરે ચાર વાગ્યે 80 લા બાદ પણ બાળક કે કુતરાનો પતો લાગ્યો નથી.
આ બાળકને શોધવા પોલીસની ટુકડીઓ ફાયરબ્રિગેડ અને 100 થી વધુ લોકો સહીત 150 જેટલા લોકો છેલ્લા 80 કલાકથી ઝાડી- જાંખરા ફેંદી રહ્યા છે અને કાદવ- કીચડ ખુંદી રહ્યા છે. ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે. પરંતુ બાળકનો પતો લાગ્યો નથી. થોડે દુરથી માત્ર લોહીવાળી લેંઘી મળી આવી છે.
સુરતમાં આ પ્રકારનું શોધખોળ ઓપરેશન હાથ ધરાયું છે પરંતુ તેમાં સફળતા મળી નથી. સમગ્ર ઘટના જોઇએ તો સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ પાસે આવેલી બાંધકામ સાઈટ પર ગત મંગળવાર (3 જૂન)ની રાત્રે એક વર્ષની બાળકીને એક કૂતરો ઉઠાવીને ભાગી ગયો હતો. આ ઘટનાના 80 કલાકમાં બાદ પણ હજુ સુધી તેનો કોઈ પત્તો મળ્યો નથી.
પોલીસ અત્યાર સુધીમાં DOG-સ્ક્વોડ, FSL, ફાયર ટીમ અને ડ્રોન કેમેરાની મદદથી ઘટનાસ્થળેથી બે કિલોમીટર સુધીનો વિસ્તાર ખૂંદી વળી છે છતાં હજુ સુધી માત્ર બાળકીના લોહીના ડાઘવાળા કપડાં જ મળ્યા છે, બાકી કશું જ મળ્યું નથી.
માસૂમ બાળકીની માતા તીતાબેન શરણમ્ રેસિડેન્સીની સાઈટ પર આવેલા ઝૂંપડામાં તેની પુત્રી માયા સાથે રહે છે. ઘટના સમયે મંગળવારે રાત્રે જ્યારે તેઓ ચૂલા પર ખાવાનું બનાવી રહ્યાં હતાં ત્યારે તેમનાથી 6 ફૂટ દૂર સૂતેલી માયાને એક આછા લાલ રંગનો કૂતરો ઉપાડીને ભાગી ગયો હતો. એને લઇ માતાએ બૂમાબૂમ કરી હતી. માતાની બૂમાબૂમ સાંભળીને આસપાસના મજૂરો દોડી આવ્યા હતા, જોકે ત્યાં સુધીમાં તો કૂતરો બાળકીને લઈને શેરડીના ખેતરમાં ભાગી ગયો હતો. કામરેજ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને શોધખોળ માટે મેજર ઓપરેશન હાથ ધર્યું હતું.
ડ્રોન કેમેરા-ડોગ-સ્ક્વોડની સાથે 150થી વધુ લોકો શોધખોળમાં જોડાયા છે. શોધખોળ દરમિયાન ખેતરમાંથી માત્ર બાળકીની લોહીવાળી લેગી મળી હતી. પોલીસે ડોગ-સ્ક્વોડ અને ડ્રોન કેમેરાની મદદથી ખાડી વિસ્તાર, અવાવરૂૂ જગ્યાઓ અને શેરડીના ખેતરોમાં શોધખોળ કરી છે. કામરેજ ગ્રામ્ય ડીવાયએસપી આર.આર.સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ અને 150થી વધુ સ્થાનિક લોકો બાળકીની શોધખોળમાં જોડાયા છે. બાળકીની માતા હૈયાફાટ રુદન કરી રહી છે, જ્યારે પોલીસ આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી રહી છે.
માતા તીતાબેન બાળકીનાં માતા તીતાબેનએ જણાવ્યું હતું કે હું રસોઈ કરતી હતી ત્યારે મારી બાળકીને કૂતરું ઉપાડી ગયું. હું તેની પાછળ દોડી, પણ એ ભાગી ગયું. મારે સંતાનમાં આ એક બાળકી જ છે, એમ કહીને તેઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યાં હતાં, સાથે જ માતાએ સરકારને પણ મદદ માટે જણાવ્યું છે.
મધ્યપ્રદેશનો પરિવાર બાંધકામ સાઈડમાં ઝૂંપડું બાંધી વસવાટ કરે છે મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના મેઘનગર તાલુકાના પલાસસ્ટોર ગામના અને હાલ સુરત કામરેજના વાવ ગામ ખાતે રહેતા આંજુભાઈ તથા તેમની પત્ની તીતાબેન મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં માત્ર એક વર્ષની બાળકી માયા છે. હાલમાં પતિ-પત્ની વાવ ખાતે આવેલા બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટમાં કામ કરે છે અને ત્યાં જ ઝૂંપડું બાંધી અન્ય મજૂરો સાથે વસવાટ કરે છે.
ગત મંગળવો રાત્રે અચાનક જ એક શ્વાન દોડીને તેમની પાસે આવ્યું હતું અને તીતાબેનની નજર સામે જ તેમની એક વર્ષની બાળકી માયાને ખેંચીને લઈ ગયું હતું. જેથી તીતાબેન તેની પાછળ દોડી ગયાં હતાં અને બૂમાબૂમ કરતાં આજુબાજુમાં રહેતા 100થી વધુ મજૂર પણ શ્વાનની પાછળ બાળકીને શોધવા નીકળ્યા. જોકે ત્યાં સુધીમાં શ્વાન આજુબાજુનાં ખેતરોમાંથી દૂર ભાગી ગયું હતું.
રાત્રે 500થી 700 લોકો શોધખોળમાં જોડાયા પણ પત્તો લાગ્યો નહીં
ગામના આગેવાન વસંતભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે રાત્રે મજૂરનો કોલ આવ્યો કે બાળકીને ઉઠાવીને કૂતરું જતું રહ્યું છે, એટલે અમે લોકો મારા મિત્રમંડળ સાથે 70થી 80 જણા અહીં આવ્યા. આજુબાજુમાંથી બધાને બોલાવીને અંદાજે 500થી 700 જણા શોધખોળ કરવા નીકળ્યા હતા. અમારી સાથે પોલીસ અને ફોરેસ્ટ સ્ટાફ પણ આવ્યો હતો. સવારથી ડોગ-સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી શ્વાન માસૂમ બાળકીને કઈ બાજુ લઈને ભાગી ગયું છે એ દિશામાં તપાસ હાથ ધરી છે છતાં હજુ સુધી તેનો કોઈ પત્તો મળ્યો નથી.
બાળકને કૂતરું ખાઇ ગયાની શંકા
Dy.SP સુરત ગ્રામ્ય DYSP આર.આર સરવૈયાએ જણાવ્યું હતું કે કામરેજ પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. કામરેજ ફાયર, વન વિભાગ ટીમ તેમજ ડોગ-સ્ક્વોડ અને FSLની પણ મદદ લેવામાં આવી હતી. ડ્રોન ઉડાડીને પણ શોધખોળ હાથ ધરી છતાં હજુ કઈ ભાળ મળી નથી. ફક્ત બાળકીએ જે લેગી પહેરી હતી એ મળી આવી છે, જેમાં લોહીના ડાઘા છે. ઘણો સમય વીતી ગયો છે, જેને જોતાં શક્યતા છે કે બાળકીનું મૃત્યુ થયું હોય. કૂતરું અથવા અન્ય પ્રાણી બાળકીને ખાઈ ગયું હોય એવી શક્યતા છે. હાલ જાણવા જોગ દાખલ કરી તપાસ ચાલી રહી છે.