રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શ્રીનાથદ્વારાની ‘ધ્વજાજી’ સાથે 1 કિ.મી. લાંબી ધર્મયાત્રા: વૈષ્ણવોમાં આનંદોત્સવ

05:27 PM Jan 03, 2025 IST | Bhumika
Advertisement

આત્મજા ચિ.રાધાના લગ્નોત્સવ પૂર્વ મનોરથમાં દરેક સમાજને પધારવા ઉકાણી પરિવારનું નિમંત્રણ

Advertisement

ધર્મયાત્રામાં ઘોડા, બગીઓ, વિન્ટેજ કારના કાફલા સાથે સાફાધારી યુવાનો, નીતનવા ફલોટ્સ

રાજસ્થાનના નાથદ્રારામાં વૈષ્ણવોના આરાધ્ય જગતગુરૂૂ શ્રીકૃષ્ણના 7 વર્ષના બાળ સ્વરૂૂપને કૃષ્ણ ભકતો શ્રીનાથજીના નામે ઓળખે છે. 4 ફુટ ઉંચી રંગે શ્યામ, જેનો ડાબો હાથ ઉંચો છે જાણે ભકતોને પોતાની પાસે બોલાવી રહ્યા હોય તેવુ મનમોહક શ્રીનાથજીનું સ્વરૂૂપ લાખો વૈષ્ણવોના હદયકમલમાં અંકિત છે. આવા પવિત્રધામ શ્રીનાથદ્રારા ની ’ધ્વજાજી’નું આરોહણ રાજકોટના આંગણે જાણીતા ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીની આત્મજા ચિ.રાધાના લગ્નોત્સવ ભાગરૂૂપે ત્રિદિવસીય મનોરથ ઉત્સવ પૂર્વ તા.6ના રોજ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાશે.

તા. 9 જાન્યુઆરી ના રોજ શ્રીનાથદ્વારાથી ચાર્ટર પ્લેન મારફતે શ્રીનાથદ્રારાની ’દધ્વજાજી’ રાજકોટ ખાતે લાવવામાં આવશે. રાજકોટના આંગણે ડુંગર દરબારથી ન્યુ 150 ફુટ રીંગ રોડ પર રાધીકા ફાર્મ ખાતે લઇ જવાશે. રાજકોટના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત વૈષ્ણવ સંપ્રદાયમાં ’ધ્વજાજી’ સાથેની ભવ્યાતિભવ્ય ધર્મયાત્રા યોજાશે.1 કી.મી.લાંબી વિશાળ શોભાયાત્રામાં અલગ-અલગ સમાજના શ્રેષ્ઠીઓ, વૈષ્ણવો તથા જાહેર જનતા બહોળી સંખ્યામાં જોડાશે.

એરપોર્ટ થી શ્રી નાથદ્રારાની ’દધ્વજાજી’ ની શોભાયાત્રા કાલાવડ રોડ ઉપર બાનલેબની ઓફિસ ખાતે થઇ અમીનમાર્ગના છેડે ડુંગર દરબારથી વિન્ટેજ કાર, 51 ગાડીઓનો કાફલો, 100 થી વધુ સાફાધારી યુવાનો બાઈક પર, ઘોડા, બગીઓ સાથે નીકળશે. સમગ્ર શોભાયાત્રાના માર્ગ પર વિવિધ 8 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે. 60 થી વધુ સુશોભીત કમાનો, રંગબેરંગી ધ્વજા પતાકાથી સમગ્ર રસ્તાને આકર્ષક બનાવવામાં આવ્યો છે. રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર મૌલેશભાઈ ઉકાણી પરિવાર દ્રારા કાલાવડ રોડ પર ઇશ્વરીયાના ’દ્રારકાધીશ ફાર્મ’ ખાતે 12.5 એકર વિશાળ જગ્યામાં વૃંદાવન ધામ ઉભું કરવામાં આવ્યુ છે. મૌલેશભાઈ ઉકાણીની લાડકવાયી દિકરી ચિ. રાધાના લગ્નોત્સવ પૂર્વ તા. 7 જાન્યુ. એ છપ્પન ભાોગ મનોરથ, 8 જાન્યુ. એ ગૌચરણ મનોરથ અને 9 જાન્યુ. એ દિપદાન મનોરથ ની રંગે ચંગે ઉજવણી થશે.

આ ત્રિદિવસીય મનોરથ મહોત્સવનો લ્હાવો લેવા મૌલેશભાઈ ઉકાણી, નટુભાઈ ઉકાણી, જય ઉકાણી, લવ ઉકાણી તથા બાન-ઉકાણી પરિવાર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.ઇશ્વરીયાના દ્રારકાધીશ ફાર્મ ખાતે ત્રિદિવસીય મનોરથમાં દરરોજ સવારે 8:30 થી 1:30 કલાકે અને સાંજે 4:30 થી 8:30 સુધી રાજકોટની ધર્મપ્રેમી જનતા દર્શન કરી શકશે. ત્રિદિવસીય મનોરથ ઉત્સવ દરમ્યાન એક લાખ થી વધુ ભાવીકો દર્શન, મનોસ્થ તથા ભવ્યાતિભવ્ય વૃંદાવનધામને નિહાળવાનો નો લ્હાવો લેશે. ઇશ્વરીયા ખાતે નિર્મિત ભવ્ય અને અલૌકિક વૃંદાવનધામ માં ગીરીરાજ પર્વત, નાથજીના ના મોતી મહેલ, શ્રીજી બાવાના પ્રેમ મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર, દ્રારકાધીશ મંદિરની આબેહુબ પ્રતિકૃતી ઉભી કરવામાં આવી છે. જે જાહેર જનતાનું આકર્ષણ નું કેન્દ્ર બની રહેશે. ઉકાણી પરિવારના આંગણે યોજાનાર શાહી લગ્નોત્સવ પૂર્વ આયોજીત આ ધર્મયાત્રા, ધ્વજાજી આરોહણ, તથા ત્રિદિવસીય મનોરથ મહોત્સવ ના ભવ્ય અને દિવ્ય પ્રસંગો વૈષ્ણવો માટે જીવનનું એક સોનેરી સંભારણું બની રહેશે. રાજકોટ ના ઇતિહાસમાં પ્રથમ વાર આટલી વિશાળ અને ભવ્ય ધર્મયાત્રા નો લ્હાવો રાજકોટવાસીઓ લેશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement