For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગર શહેરમાં રાત્રે વીજળીના કડાકા સાથે 1 ઇંચ વરસાદ

12:04 PM Nov 01, 2025 IST | admin
જામનગર શહેરમાં રાત્રે વીજળીના કડાકા સાથે 1 ઇંચ વરસાદ

જામનગર શહેરમાં કમોસમી વરસાદનો માર યથાવત રહ્યો હતો, અને ગઈકાલે રાત્રિના અચાનક વીજળી ના કડાકા સાથે વરસાદ ખાબકયો હતો, અને ત્રણેક કલાક સુધીમાં એકાદ ઇંચ પાણી પડી ગયું હતું. અચાનક પડેલા વરસાદના કારણે શહેરમાં દોડધામ થઈ હતી, અને અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. જોકે આજે મેઘરાજા વિરામ રાખ્યો છે, પરંતુ વાદળછાયુ વાતાવરણ બનેલું છે. ઉપરાંત કાલાવડમાં ધોધમાર 2 ઇંચ, લાલપુર અને ધ્રોલમાં 1 ઈંચ તેમજ જામજોધપુરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.

Advertisement

જામનગર શહેર તેમજ આજુ-બાજુ ના ગામોમાં ગત મોડી રાત્રે વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી. મોડી રાત થી શરૂૂ થયેલો વરસાદ લગભગ ત્રણ કલાક સુધી ચાલુ રહ્યો હતો. જેમાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અચાનક પડેલા આ વરસાદ થી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇજતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું. અચાનક પડેલા વરસાદને કારણે દોડધામ થઈ હતી, અને લોકો એકાએક ઘર તરફ ભાગ્યા હતા. જામનગર શહેરના સુપર માર્કેટ વિસ્તાર, બેડીનાકા વિસ્તાર, કાલાવડ નાકા બહાર આવેલ વિસ્તાર, ઘાંચીની ખડકી વિસ્તાર, પટણીવાડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે નાગરિકોને વાહન વ્યવહારમાં મુશ્કેલીઓનો સામનો કરવો પક્યો હતો. રાત્રિના સમયે આચાનક પડેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠા પર પણ અસર જોવા મળી હતી.

જોકે આજે મેઘરાજાએ વિરામ રાખ્યો છે. પરંતુ આકાશમાં હજુ પણ વાદળ ઘેરાયેલા છે, અને વધુ કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે. જામનગર શહેર ઉપરાંત કાલાવડ પંથકમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે, જેના કારણે નદીનાાળામાં ફરીથી પૂર જોવા મળ્યા હતા. ઉપરાંત લાલપુર અને ધ્રોલમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે, અને જામજોધપુરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આજે પણ હજુ સમગ્ર જિલ્લામાં વરસાદની વાતાવરણ બનેલું છે, અને સૂર્યદેવતા વાદળો પાછળ ઢંકાયા છે.
જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભેજીયુક્ત વાતાવરણ બનેલું છે, સાથે સાથે ઠંડીનો ચમકારો પણ વધ્યો છે. આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન જામનગર જિલ્લામાં લઘુતમ તાપમાન 21.8 ડિગ્રી સેન્ટીગ્રેટ જ્યારે મહત્તમ તાપમાન 28.5 ડિગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ પ્રતિ કલાકના 20.0 થી 25.0 કિ.મી ની ઝડપે રહી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement