દરેડ, કનસુમરા અને ખટિયામાં જુગાર રમતા 12 ઝડપાયા
રોકડ સહિત રૂા. 17000નો મુદ્દામાલ જપ્ત
જામનગરના દરેડ તેમજ કનસુમરા અને ખટિયા ગામે પોલીસે જુગાર અંગેના જુદા જુદા ત્રણ દરોડા પાડી કુલ 1ર શખ્સોને ઝડપી પાડયા હતા અને તેઓ પાસેથી રોકડ રૂૂપિયા 17,360 સહિતની માલમતા કબ્જે કરી હતી.જામનગર નજીકના દરેડ ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જયાં જુગાર રમી રહેલ છોટુ નનેભાઈ ઠાકોર, આશિષકુમાર રાજકુમાર કુશવાહ, સિધ્ધાર્થશંકર વિશ્વકર્મા સુથાર, વિકાસ ભુરાભાઈ બશોર, અંકિત શંકરલાલ પટેલ અને વિજય ભુરાભાઈ બશોર સહિત 6 શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂા. 4પ40 કબ્જે કર્યા હતા.
આ ઉપરાંત બીજો દરોડો જામનગર નજીકના કનસુમરા પાટિયા પાસે નયારા પેટ્રોલ પંપની બાજુમાં જાહેરમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ અરવિંદ મનીરામ જાટવ, રવિન્દ્ર ગણેશભાઈ જાટવ, શ્રીરામ રમેશભાઈ જાટવ અને રામવીરસિંઘ છોટેસીંગ ભદોરિયા સહિત ચાર શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂા. 13,300 કબ્જે કર્યા હતા.જયારે ત્રીજો દરોડો મેઘપર પડાણા નજીક ખટિયા ગામે જાહેરમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ જીવરાજ સોમાભાઈ લાલવાણી અને મયૂર મનસુખભાઈ ગુઠડિયા નામના બે શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂા. 6ર0 કબ્જે કર્યા હતા.