જિલ્લામાં 2024માં 1.60 લાખ દસ્તાવેજ નોંધાયા, 932.30 કરોડની આવક
સૌથી વધુ મોરબી રોડ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં નોંધણી, બીજા નંબરે મવડી અને સૌથે છેલ્લે વીંછિયા
રાજકોટ જીલ્લાની 18 સબ રજીસ્ટાર કચેરીમા વર્ષ દરમિયાન કુલ 1,60,973 દસ્તાવેજની નોંધણી થઇ હતી અને આ નોંધણી પેટે સરકારને કુલ 932,30,43,ર1ર રૂપિયાની આવક થઇ હતી. આ વર્ષે સૌથી વધારે મોરબી રોડ, રાજકોટ - 2 સબ રજીસ્ટાર ઓફીસમા 19,883 દસ્તાવેજ નોંધાયા હતા અને બીજા ક્રમાંકે મવડી સબ રજીસ્ટાર ઓફીસમા 1પ,4પર તથા ત્રીજા ક્રમાંકે ગોંડલ સબ રજીસ્ટાર ઓફીસમા કુલ 1પ,104 દસ્તાવેજ નોંધાયા હતા.
રાજકોટ જીલ્લામા કુલ 18 સબ રજીસ્ટાર ઓફીસ આવેલી છે. જેમા શહેરી વિસ્તારને બાદ કરતા દરેક તાલુકા લેવલે 1-1 સબ રજીસ્ટાર ઓફીસ આવેલી છે. મદદનીશ નોંધણી સર નિરીક્ષક કચેરીના આંકડા પ્રમાણે રાજકોટ રૂરલ સબ રજીસ્ટાર ઓફીસમા 9434 દસ્તાવેજો સામે પ1.73 કરોડ, રૈયા ઓફીસમા 12214 દસ્તાવેજ સામે 89.પ9 કરોડ, પડધરી સબ રજીસ્ટાર ઓફીસમા 4355 દસ્તાવેજ સામે 15.87 કરોડ, જેતપુર સબ રજીસ્ટાર ઓફીસમા 8125 દસ્તાવેજ સામે 32.05 કરોડ, કોઠારીયા રોડ પર 12480 દસ્તાવેજ સામે 59.84 કરોડ, રતનપર ઓફીસમા 11729 દસ્તાવેજ સામે 84.82 કરોડ, રાજકોટ - 1 ઓફીસમા 10426 દસ્તાવેજ સામે 56.51 કરોડ, ઉપલેટા ઓફીસમા 5227 દસ્તાવેજ સામે 21.16 કરોડ, જામ કંડોરણામા 1357 દસ્તાવેજ સામે 25.50 કરોડ, લોધીકામા 9881 દસ્તાવેજ સામે 59 કરોડ, જસદણમા 5825 દસ્તાવેજ સામે 22.91 કરોડ, મવડીમા 15452 દસ્તાવેજ સામે 103.82 કરોડ, મવા 9516 દસ્તાવેજ સામે 99.46 કરોડ, ગોંડલમા 15104 દસ્તાવેજ સામે 68.71 કરોડ, કોટડાસાંગાણીમા 6034 દસ્તાવેજ સામે 33.50 કરોડ અને ધોરાજીમા 3975 દસ્તાવેજ સામે 15.09 કરોડની આવક નોંધાઇ હતી.
સરકારને દસ્તાવેજની રજીસ્ટ્રેશન ફી પેટે જીલ્લાભરમાથી 135.77 કરોડ અને સ્ટેમ્પ ડયુટી પેટે 796.53 કરોડની આવક નોંધાઇ હતી.
ડિસેમ્બર મહિનામાં 13255 દસ્તાવેજ નોંધાયા
જંત્રી દરમા સુચિતમા વધારો થવા પહેલા દસ્તાવેજ નોંધણીમા પણ ભારે ઘસારો જોવા મળી રહયો છે. ડીસેમ્બર મહીનામા 13255 દસ્તાવેજ કુલ 18 સબ રજીસ્ટર ઓફીસમા નોંધાયા હતા. જેમા મોરબી રોડ પર સૌથી વધુ 1554, ત્યારબાદ ગોંડલમા 1325, મવડીમા 1275 દસ્તાવેજ નોંધાયા હતા. ડીસેમ્બર મહીનામા રજીસ્ટેશન ફી પેટે 11,65,80,949 રૂપિયાની આવક નોંધાઇ હતી. જયારે સ્ટેમ્પ ડયુટી પેટે 69,21,57,547 રૂપિયાની આવક નોંધાતા કુલ આવક 80.87 કરોડ પહોંચી હતી.