ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટમાં પાંચ કલાકમાં 1। ઇંચ, આજી-1 ડેમ ઓવરફ્લો

03:53 PM Sep 29, 2025 IST | Bhumika
Advertisement

જિલ્લાના ફાડદંગ બેટી, આજી-2, વેરી, સુરવો, છાપરવાડી-2 અને ભાદર-2 છલકાયા, સુરવો અને ભાદર-2 ડેમના દરવાજા ખોલાયા

Advertisement

બંગાળની ખાડીમા હવાનુ હળવુ દબાણ સર્જાયા બાદ હવામાન વિભાગ દ્વારા 3 દિવસ વરસાદની આગાહી કરવામા આવી છે. જે અંતર્ગત ગઇકાલ સાંજથી શહેર પર વાદળો ખડકાયા બાદ 8 વાગ્યાથી પ્રથમ જોરદાર વરસાદ શરુ થયો હતો . ત્યારે મોડી રાત સુધી ઝાપટા સ્વરુપે ચાલુ રહેતા પાંચ કલાકમા 1। ઇંચથી વધુ પાણી વરસી જતા ખરે ટાણે વરસાદ આવતા ખેલૈયાઓ નિરાશ થયા હતા. અનેક સ્થળે પ્રાચીન અને અર્વાચીન ગરબીઓ બંધ રહેલ જેની સામે અમુક સ્થળોએ ચાલુ વરસાદે ખેલૈયાઓએ દાંડીયાની મોજ માણી હતી.

કંટ્રોલ વિભાગના જણાવ્યા મુજબ કાલનાં વરસાદથી મોસમનો કુલ વરસાદ 33 ઇંચને પાર થઇ ગયો છે. ગઇકાલે વરસાદ વરસ્તા શહેરને પીવાનુ પાણી પુરુ પાડતા ન્યારી 1 અને આજી 1 ડેમમા નોંધપાત્ર વરસાદી પાણીની આવક થતા ઓવરફલો થયો છે. આથી હેઠવાસ વિસ્તારોનાં લોકોને સાવચેત કરવામા આવ્યા છે.

ગઇકાલનાં ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લાના આજી-1, ફાડદંગ બેટી, આજી-2, વેરી, સુરવો, છાપરવાડી-2 અને ભાદર-2 ડેમો ઓવરફ્લો થયા છે, આથી આ તમામ ડેમોના હેઠવાસમાં આવેલા ગામોના નાગરિકોને સલામત સ્થળે ખસી જવા અને નદીના પટમાં અવરજવર ન કરવા રાજકોટ ફલડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે. આજી-1 ડેમ ઓવર ફ્લો થવાથી ડેમના નીચાણ વિસ્તારમાં આવેલા બેડી, મનહરપુર, રોજકી, થોરાળા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના અપાઇ છે.

જળાશયના પાણીનું હાલનું લેવલ 147.52 મીટર છે. રાજકોટ તાલુકાનો ફાડદંગ બેટી જળાશય ઓવરફ્લો થવાથી રાજકોટ, બેડલા, જામગઢ લાંબા-કોટડા, ફાડદંગ, રફાળા, રામપરા, મઘરવાડા, પારેવાળા ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા અને નદીના પટમાં અવરજવર ન કરવા જણાવાયું છે. જળાશયના પાણીનું હાલનું લેવલ 189.27 મીટર છે.

પડધરી તાલુકામાં આવેલો આજી-2 ડેમ ઓવર ફ્લો થતાં પડધરી, અડબાલકા, બાગી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર, ઉકરડા ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપવામાં આવી છે. જળાશયના પાણીનું હાલનું લેવલ 72.5 મીટર છે. ગોંડલ તાલુકામાં આવેલુ વેરી જળાશય ઓવરફ્લો થવાથી ગોંડલ, કંટોલીયા, વોરકોટડા ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા અને નદીના પટમાં અવરજવર ન કરવા જણાવાયું છે. જળાશયના પાણીનું હાલનું લેવલ 142.04 મીટર છે. જેતપુર તાલુકા પાસે આવેલ સુરવો ડેમ ઓવરફ્લો થતાં તેનો 1 દરવાજો 0.15 મીટર ખોલાયો છે. જળાશયના પાણીનું હાલનું લેવલ 99.85 મીટર છે.આથી ડેમના હેઠવાસમાં આવેલા થાણા ગાલોળ, ખીરસરા, ખજુરી ગુંદાળા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા જણાવાયું છે.

જળાશયના પાણીનું હાલનું લેવલ 99.85 મીટર છે. જેતપુર તાલુકાનો છાપરવાડી -2 ડેમ ઓવરફ્લો થતાં જેતપુર, લુણાગરા, જાંબુડી, કેરાળી, મેવાસા, પ્રેમગઢ, રબારીકા, લુણાગરી ગામોના લોકોને નદીના પટમાં ગ્રામજનોએ અવરજવર ન કરવા સૂચના અપાઇ છે. જળાશયના પાણીનું હાલનું લેવલ 98.38 મીટર છે ધોરાજી તાલુકામાં આવેલો ભાદર -2 ડેમ ઓવરફ્લો થતાં તેના બે દરવાજા 0.3 મીટર ખોલવામાં આવ્યા છે.

જળાશયના પાણીનું હાલનું લેવલ 53.05 મીટર છે. આથી ધોરાજી, ભોલા, ભલગામડા, છાડવાવદર, સુપેડી, ઉપલેટા, ડુમિયાણી, ચીખલિયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગઢાળા, ગાંડોદ, હાડફોડી, ઈસરા, મજેઠી, નિલાખા, તેલંગાણા વગેરે ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે.

Tags :
gujaratgujarat newsMonsoonrainrain fallrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement