કન્યાઓને 1.45 લાખ સાઈકલો આપવાની બાકી !
મહિલા મંત્રીના વિભાગમાં જ દીકરીઓની હાલત કફોડી, વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓએ પોલ ખોલી, દોષનો ટોપલો ગ્રિમકો એજન્સી પર ઢોળી દેવાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારથી સરકારે ક્ધયા કેળવણી માટે ઘણુ કાર્ય કર્યુ છે. પરંતુ નરેન્દ્ર મોદી દિલ્હી જતાં ગુજરાત સરકારમાં હવે તેમની યોજનાઓનું અસરકારક અમલીકરણ પણ થઈ રહ્યું નથી. મહિલા, બાળ વિકાસ તેમજ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગનો હવાલો ધરાવતા કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના વિભાગની કામગીરીના આંકડા આજે વિધાનસભામાં રજૂ થતાં સરકારના ક્ધયા કેળવણી માટેના પ્રયાસોમાં કેટલી હદે કચાસ છે તે સામે આવ્યું છે.
15મી વિધાનસભાના છઠ્ઠા સત્રમાં આજે અંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ સરસ્વતિ સાધના યોજના હેઠળ અનુસુચિત જાતિ અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની ધો. 9ની ક્ધયાઓ માટે કેટલી સાયકલો પુરી પાડવામાં આવી તે અંગેનો પ્રશ્ર્ન પુછવામાં આવ્યો હતો. જેના જવાબમાં કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે, અનુસુચિત જાતિ માટે 1-1-23થી 31-12-23 સુધીમાં 13,300 અને સામાજીક શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 98212 સાયકલની માંગણી કરવામાં આવી હતી. જેની સામે ફક્ત સમાન સમયગાળા દરમિયાન અનુસુચિત જાતિની ધો. 9ની વિદ્યાર્થીનીઓને 6,829 અને સામાજીક શૈાક્ષણિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીનીઓ માટે 77,606 સાયકલ ગ્રિમકો દ્વારા પુરી પાડવામાં આવી છે. 2023ના વર્ષ માટે હજુ પણ કુલ 27,076 સાયકલનું વિતરણ બાકી છે.
વર્ષ 2024 માટે અનુસુચીત જાતિ અને સામાજીક શૈક્ષણિક પછાત વર્ગ માટે કુલ 1,18,071 સાયકલની માંગણી કરવામાં આવી હતી. પરંતુ એક પણ સાયકલની ફાળવણી થઈ શકી નથી. આ માટે મંત્રી દ્વારા દોશનો ટોપલો ગ્રિમકો એજન્સી ઉપર ઢોળી દેવામાં આવ્યો હતો અને જવાબ રજૂ કરાયો હતો કે, ગ્રિમકો દ્વારા સાયકલ ન મળેલ હોવાથી વિતરણ કરવાની બાકી રહેલ છે તેમજ ગયા વર્ર્ષે આપવાની સાયકલ ગ્રિમકો તરફથી મળે એટલે સત્વરે વિતરણ કરી દેવામાં આવશે.
2024ના વર્ષ દરમિયાન એક પણ સાઈકલનું વિતરણ ન થઈ શક્યું!
વર્ષ 2024 માટે તા. 1-1-24થી લઈને 31-12-24 સુધીમાં અનુસુચિત જાતિની ધો. 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની માટે 12,800 અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગની વિદ્યાર્થીનીઓ માટે 1,05,271 સાયકલની માંગણી કરવામાં આવી હતી. પરંતુ આશ્ર્ચર્યની વાત એ છે કે, એક પણ સાયકલનું આ સમયગાળા દરમિયાન વિતરણ કરવામા આવ્યું નથી. એક વર્ષ સુધી સાયકલનું વિતરણ ન થથાં હજારો વિદ્યાર્થીનીઓ સાયકલ મેળવી શકી નથી અને ક્ધયા કેળવણીની વાતો ક્યાંકને ક્યાંક હવામાં હોય તેવું લાગી રહ્યું છે.