1 વર્ષમાં સાયબર છેતરપિંડીના 1.21 લાખ બનાવ, 650 કરોડ લૂંટાયા
ડિજિટલ, ગુજરાતની વાતો વચ્ચે રાજ્ય સરકારનું સર્વર 18મી સદી જેવું, હાલતા-ચાલતા થાય છે ડાઉન!
વિદ્યાર્થીઓથીમાંડી ઉદ્યોગપતિઓ થાય છે હેરાન, ખેડૂતો માટેનું ઇ-પોર્ટલ પણ ઠીચૂક ઢીચૂક
ડીજીટલ ગુજરાતની મોટી મોટી વાતો કરતી ભાજપ સરકારમાં નાગરીકોને અટકાવવું-લટકાવવું અને ભટકાવવાની નીતિને લીધે લાખો પરિવારો તેમને મળવા પાત્ર લાભોથી વંચિત રહે છે અને મોટાભાગના કિસ્સામાં એજન્ટો દ્વારા લુંટાઈ રહ્યા છે ત્યારે ગુજરાતના નાગરિકોને ડીજીટલ સુવિધા અને સુરક્ષા આપવામાં નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના મીડિયા ક્ધવીનર અને પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ડીજીટલ ગુજરાતમાં નસર્વરથ હાલતા-ચાલતા ડાઉન થઇ જાય છે. ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ માટેના પોર્ટલમાં ઈ-કેવાયસીના નામે ગુજરાતના લાખો વિધાર્થીઓને સ્કોલરશીપ વંચિત રહેવું પડે તેવી પરીસ્થિતિનું નિર્માણ થયું અને પ્રથમ સત્ર પૂરું થવા આવ્યું છતાં માત્ર 30 ટકા વિધાર્થીઓ જ ઈ-કેવાયસી કરી શકાય છે. 70 ટકા વાલી-વિધાર્થીઓ હજુ પણ મુશ્કેલીનો સમાનો કરી રહ્યા છે.
રેશનકાર્ડ માટે તથા ઓનલાઈન ચકાસણી અને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ મળવા પાત્ર અનાજ, ચોખા ઘઉં, ખાંડ, ખાદ્યતેલ, તુવેર દાળ, ચણા સહિત માટે ગુજરાતના 3.54 કરોડ નાગરીકો અવ્યવસ્થા અને અરાજકતાનો ભોગ બની રહ્યા છે. સરકારી સર્વર ન ચાલવાને કારણે 30થી 35 ટકા પરિવારો મળવા પાત્ર અન્ન સુરક્ષાના અધિકારથી વંચિત રહેવાની ફરજ પડી છે. બીજી બાજુ પોર્ટલમાં સોફ્ટવેરના ખેલમાં સસ્તા અનાજના દુકાનધારકો, સરકારના મળતિયાઓ અને અનાજ માફિયાઓ કરોડો રૂૂપિયાનું અનાજ જથ્થો ઘઉં, ચોખા, ખાંડ તુવેર દાળ સહીતને સગેવગે કરીને લાખો ગરીબોના મોં માંથી કોળિયો છીનવી રહ્યા છે.
ખેડૂતો માટેનું આઇ-ખેડૂત પોર્ટલ મોટાભાગે ખેડૂતોને જયારે જરૂૂરિયાત હોય જેમ કે મળવા પાત્ર જુદા જુદા લાભો, ચોક્કસ મુદ્દતમાં યોજનાની અરજી દરમિયાન વારંવાર બંધ થઈ જાય છે. ગુજરાતમાં કોલેજ અને યુનિવર્સીટીમાં વિધાર્થીઓના પ્રવેશ માટેનું જીકાસ પોર્ટલ વારંવાર નિષ્ફળ જતા હજારો વિધાથીઓને સરકારી ગ્રાન્ટેડ કોલેજોમાંથી ઓછી ફીમાં પ્રવેશ મેળવવાથી વંચિત રહેવું પડ્યું અને બોજી બાજુ જીકાસ પોર્ટલના અવ્યવસ્થા કારણે ખાનગી યુનિવર્સીટીમાં ઉંચી ફી સાથે પ્રવેશલેવાની ફરજ પડી. લર્નિંગ લાયસન્સ, એપોઇન્ટમેન્ટ, ડ્રાઈવીંગ ટેસ્ટ એપોઇન્ટમેન્ટ માટે આરટીઓનું સર્વર વારંવાર ખોટકાઈ જવાથી હજારો લોકો લાઇસન્સથી વંચિત રહેવું પડે છે અથવા નવા વાહન ચાલકોને લર્નીંગ લાયસન્સ ન મેળવી શકવાને કારણે ટ્રાફિક પોલીસના દંડના દમનનો ભોગ બનવું પડી રહ્યું છે. પીએમજીવાય અંતર્ગત આરોગ્ય સેવાના લાભ લેવા માટે અરજી કરવા સમયે પણ પોર્ટલ વારંવાર ખોટકાઈ જવાથી દર્દીના પરિવારજનોને મુશ્કેલીમાં મુકાતા હોય છે.
આ સાથે સરકારના વિવિધ વિભાગની વેબસાઈટ ક્યારેક ડાઉન હોય અથવા માહિતી સમયસર અપડેટ થતી નથી. આવી સમસ્યા જીએમડીસી, જીઆઈડીસી, જીઈબી પ્રવાસન વિકાસધામ, સમાજ કલ્યાણ વિભાગ,પંચાયત, ગૃહ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, મહેસુલ, કૃષિ વિભાગ અને વન અને પર્યાવરણ વિભાગ સહિતના મહત્વના વિભાગોમાં દર વર્ષે ડીજીટલાઈઝેશનના નામે કરોડો રૂૂપિયા ખર્ચવામાં આવે છે પણ તે નાણાનો ક્યાં ઉપયોગ થાય છે તે તપાસનો વિષય છે. ભાજપ સરકારના રાજમાં સાયબર છેતરપીંડી દ્વારા એક વર્ષ(2023)માં જ ગુજરાતમાં 121701 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદ નોધાઇ છે.
સાયબર ગઠિયાઓ એ એક વર્ષમાં સાયબર છેતરપીંડીમાં ગુજરાતીઓ રૂૂપિયા 650 કરોડના લૂટ્યા છે. સરેરાશ દર કલાકે 13થી વધુ અને એક દિવસમાં સરેરાશ 333થી વધુ સાયબર છેતરપીંડીના ગુન્હાઓ ગુજરાતમાં થઇ રહ્યા છે. વર્ષ 2023માં દેશમાં 1128265 સાયબર ફ્રોડની ફરિયાદ નોધાઇ છે. જેમાં ઉત્તરપ્રદેશ 197547 સાથે પ્રથમ, મહારાષ્ટ્રમાં 125153 સાથે બીજા અને ગુજરાતમાં 121701 ફરિયાદ સાથે ત્રીજા ક્રમાંકે છે. ગુજરાતના નાગરીકોને સાઈબર સુરક્ષા આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે.
ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશનના યુગમાં ઈન્ટરનેટ વપરાશ આવશ્યક બન્યું છે ત્યારે ઓનલાઈન સર્ફિંગ, સોશીયલ મીડિયા, ઈ-બેન્કિંગ સહિતના સાઈબર ગુન્હાઓમાં ગુન્હાઓ ગુજરાતમાં સતત વધુ રહ્યા છે. મહિલા જાતીય સતામણી, મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી ઓનલાઈન ફ્રોડ, આર્થીક ગુનાઓની ઘટનાઓ ગુજરાતમાં વધી રહી છે.
સાયબર ફ્રોડથી બચવાની માહિતી ગુજરાતના નાગરિકોને મળીએ તે આવશ્યક છે ત્યારે ગુજરાતમાં સાઈબર ગુન્હાઓની તપાસ, કાર્યવાહી વગેરે માટે માત્ર 14 જેટલા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન છે. ઉત્તરપ્રદેશમાં સાયબર ક્રાઈમની 197547 ફરિયાદો નોધાઇ જેમાં કુલ 721.07 કરોડ રૂૂપિયા ગુમાવ્યા. મહારાષ્ટ્રમાં 125153 ફરિયાદોમાં 990.6 કરોડ રૂૂપિયા અને ગુજરાતમાં 121701 ફરિયાદમાં 650.53 કરોડ રૂૂપિયા નાગરિકોના લુટાઈ ગયા છે. ગુજરાતમાં વધી રહેલા સાયબર ફોર્ડને રોકવા ભાજપ સરકાર કડક અને ત્વરિત પગલા લે અને સાયબર સુરક્ષા અંગે યુવાનોમાં જાગૃતિના વધુમાં વધુ કાર્યક્રમો થાય એ સુનિશ્ચિત કરે.