1.20 લાખ રત્ન કલાકારો સરકારની શૈક્ષણિક સહાયની રાહમાં
મંદીમાં પીસાતા રત્ન કલાકારો પાસેથી અરજીઓ મગાવી પણ બે મહિનાથી સરકારે સહાય ચૂકવી નથી
એકલા સુરતમાંથી 78 હજાર વિદ્યાર્થીઓએ અરજીઓ કરી છે, અનેક બાળકોના શૈક્ષણિક કાર્ય ઉપર જોખમ
મંદીના અજગર ભરડામાં સપડાયેલા ગુજરાતના હીરા ઉદ્યોગમાં રોજીરોટી રળતા હજારો રત્ન કલાકારો હાલ બેરોજગાર બની ગયા છે ત્યારે રાજય સરકારે રોજી રોટી વગરના બની ગયેલા રત્ન કલાકારોના સંતાનોનું ભણતર બગડે નહીં તે માટે શૈક્ષણિક સહાયની જાહેરાત કરી હતી અને ફોર્મ પણ ભરાવ્યા હતા. આ સહાયમાં બાળક દીઠ રૂા.15 હજારની સ્કુલ ફી ભરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ બે મહીના થવા છતા સરકારે સહાય નહીં ચુકવતા રાજયના 1.20 લાખ જેટલા રત્ન કલાકારોના સંતાનોનું ભણતર બગડે નહીં તે માટે શૈક્ષણિક સહાયની જાહેરાત કરી હતી અને ફોર્મ પણ ભરાવ્યા હતા. આ સહાયમાં બાળક દીઠ રૂા.15 હજારની સ્કુલ ફી ભરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ બે મહીના થવા છતા સરકારે સહાય નહીં ચુકવતા રાજયના 1.20 લાખ જેટલા રત્ન કલાકારોના સંતાનોનું ભણતર જોખમમાં મુકાઇ ગયું છે. સ્કુલો દ્વારા ફીની ઉઘરાણી કરવામાં આવી રહી છે. જયારે રત્ન કલાકારો સરકારની સહાયની રાહ જોઇને બેઠા છે. આવી સ્થિતિમાં આગેવાનો- ધારાસભ્યોની નિષ્ક્રીયતા પણ ચર્ચાનો વિષય બની છે.
હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીને કારણે બેરોજગાર બનેલા રત્નકલાકારો માટે સરકારે શૈક્ષણિક સહાયતા પેકેજની જાહેરાત કરી હતી. આ જાહેરાતને પગલે ગુજરાતભરમાંથી 1.20 લાખ થી વધુ રત્નકલાકારોએ પોતાના બાળકોની સ્કૂલ ફી માટે અરજીઓ કરી હતી. પરંતુ, જાહેરાત થયાને બે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આ સહાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળી નથી. આ વિલંબને કારણે રત્નકલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે તેમના સંતાનોને સ્કૂલ ફી ભરવામાં મુશ્કેલીઓ પડી રહી છે.
સુરત સહિત સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી ચાલી રહેલી મંદીને પગલે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. આ પરિસ્થિતિમાં સરકારે બેરોજગાર રત્નકલાકારોના બાળકોની શિક્ષણ ફી માટે આર્થિક સહાય પેકેજની જાહેરાત કરી હતી. સુરતમાંથી 78,000 સહિત રાજ્યભરમાંથી કુલ 1.20 લાખ અરજીઓ આવી હતી. જોકે, બે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આ સહાય વિદ્યાર્થીઓને મળી નથી, જેના કારણે રત્નકલાકારોમાં સરકાર પ્રત્યે રોષની લાગણી પ્રવર્તી રહી છે. ડાયમંડ વર્કર યુનિયને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી છે.
રત્નકલાકારોની કફોડી સ્થિતિ અને આત્મહત્યાના બનાવો વચ્ચે લાંબા સમયથી સહાય પેકેજ માટે રજૂઆતો થઈ રહી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતે રત્નકલાકારોના બાળકોની શિક્ષણ ફી માટે આર્થિક સહાયતા પેકેજની જાહેરાત કરી હતી. આ જાહેરાતથી રત્નકલાકારોને ઘણી રાહત થઈ હતી અને તેમણે ઝડપથી આ યોજનાનો લાભ લેવા માટે અરજીઓ કરી હતી.
સમગ્ર ગુજરાતમાંથી કુલ 1.20 લાખ રત્નકલાકારોના સંતાનો માટે ફી માફીની અરજીઓ આવી હતી તેમાંથી એકલા સુરત શહેરમાંથી જ 300 થી વધુ શાળાઓના 78,000 વિદ્યાર્થીઓએ અરજીઓ કરી હતી. જોકે, જાહેરાત કર્યાને બે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, આ આર્થિક સહાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળી નથી. આ વિલંબને કારણે ઘણા રત્નકલાકારો પોતાના સંતાનોની સ્કૂલ ફી ભરી શક્યા નથી, જેના કારણે બાળકોને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખે આ મુદ્દે સરકાર સમક્ષ તાત્કાલિક શૈક્ષણિક સહાય ચૂકવવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે આર્થિક મંદી અને બેરોજગારીના કારણે રત્નકલાકારો પાસે બાળકોની ફી ભરવા માટે પૈસા નથી. સરકારી જાહેરાત પછી પણ જો સમયસર સહાય ન મળે, તો તેનો કોઈ અર્થ રહેતો નથી. આ વિલંબને કારણે રત્નકલાકારોમાં સરકાર પ્રત્યે ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. સરકારે તાત્કાલિક આ મુદ્દા પર ધ્યાન આપીને રત્નકલાકારો અને તેમના પરિવારોને આર્થિક મદદ પૂરી પાડવી જોઈએ જેથી તેમના બાળકોનું શિક્ષણ અટકે નહીં.