પોરબંદરમાં 1.18 કરોડનો સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચી માર્યો, તપાસમાં ખુલાસો
- ગોડાઉન મેનેજર પંડયા અને ડોરસ્ટેપ ડીલેવરી ઇજારદાર ખુંટી સામે ફરિયાદ
પોરબંદર જીલ્લામા વધુ એક અનાજ કૌભાંડ સામે આવતા ભારે ચર્ચા જોવા મળી રહી છે.સરકાર દ્રારા ગરીબોને આપવામા આવતુ અનાજ બારોબાર વહેંચી મારવામા આવ્યુ છે સરકારી ઓડીટ દરમ્યાન આ હકિકત બહાર આવતા જીલ્લા પુરવઠા અધિકારીએ ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર અને ડોરસ્ટેપ ડીલેવરી ઈજારદારે સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
પોરબંદર જીલ્લાના રાણાવાવ સરકારી ગોડઉનમાંથી વર્ષ 2023મા અનાજ કૌભાંડ બહાર આવ્યુ ત્યારે ગાંધીનગર પુરવઠા વિભાગ દ્વારા પોરબંદર જીલ્લામા આવેલા ત્રણ ગોડાઉનમા ઓડિટ કરવામા આવ્યુ હતુ તે દરમ્યાન પોરબંદર નજીક આવેલા દેગામ ખાતે આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી વર્ષ 2019થી 2023 દરમ્યાન ઘઉં, ચોખા, ખાડં , ચણા તથા ર્સિંગતેલનો જથ્થો બારોબાર વહેચી નાંખ્યો હોવાનુ બહાર આવ્યુ હતુ જેની કિંમત 1,18,15,719/- જેવી થવા જાઇ છે આ અંગે પોરબંદર જીલ્લા પુરવઠા અધિકારી હેતલબેન જોષીએ ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર નિરવ પંડાયા અને ડોરસ્ટેપ ડીલેવરી ઈજારદાર હાથિયાભાઇ ખુંટી સામે બગવદર પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવી છે.પોરબંદર જીલ્લામા ગરીબોના અનાજનો જથ્થો બારોબાર વહેંચી નાંખવાના કૌભાંડમા પોલીસે તપાસ હાથ ધરી છે અને આ અંગેની તપાસ એલસીબીને સોંપવામા આવી છે આ અનાજ કૌભાંડમા ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર અને ડોરસ્ટેપ ડીલેવરી ઈજારદાર સામે ફરીયાદ નોંધવામા આવી છે તેમ છતાં આ કૌભાંડમા અન્ય કેટલા લોકોની સંડવોણી છે. તે અંગે પોલીસે તપાસ શરૂૂ કરી છે.પોરબંદર જીલ્લામા ઘણા લાંબા સમયથી અન્નાજ કૌભાંડ ચાલી રહ્યુ હતુ અને સરકારી ઓડીટ દરમ્યાન સમગ્ર કૌભાંડ બહાર આવ્યુ છે આ અનાજ કોણે વહેંચવામા આવ્યુ છે .તેને પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.