For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાલારમાં0॥થી 1॥। ઈંચ; વીજળી પડવાથી ત્રણના મોત

12:29 PM Jul 10, 2024 IST | admin
હાલારમાં0॥થી 1॥। ઈંચ  વીજળી પડવાથી ત્રણના મોત

આજે પણ મેઘાવી માહોલ છવાયેલો હોય વધુ વરસાદ પડવાની સંભાવના જોવાઈ રહી છે, સચરાચર વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ

Advertisement

જામનગર જિલ્લામાં ગઈકાલે મેઘાવી માહોલ વચ્ચે અડધાથી અઢી ઈંચ વરસાદ વરસી ગયો હતો. જેના લીધે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની ઘટનાઓ બની હતી જ્યારે જામજોધપુર તાલુકામાં વીજળી પડતા એક મહિલા સહિત ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હતા અને એક યુવક ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

હાલારમાં ગઈકાલે ધ્રોલમાં 18 મીમી, જામજોધપુર પંથકમાં 44 મીમી, જામનગર શહેરમાં 21 મીમી, જોડિયા પંથકમાં 32 મીમી, કાલાવડ તાલુકામાં 14 મીમી અને લાલપુર પંથકમાં 39 મીમી વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

Advertisement

જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં મંગળવારે સાંજે પડેલા ગાજવીજ સાથેના વરસાદે વીજળીના કારણે બે માનવીઓનો ભોગ લીધો છે. ત્યારે જામનગર તાલુકાના દોઢીયા ગામની યુવતી નું વરસાદી વીજળી પડવાથી મૃત્યુ નીપજ્યું છે, જ્યારે 18 વર્ષ નો એક યુવક દાઝયો છે.

જામજોધપુર તાલુકાના બુટાવદર ગામના એક ખેડૂત તેમજ નરમાણા ગામના એક ખેડૂત પર વીજળી પડવાથી બંનેના અંતરિયાળ મૃત્યુ નિપજ્યા છે. જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા કિરીટ સિંહ બચુભા ઝાલા નામના 55 વર્ષના ખેડૂત કે જેઓ પોતાની વાડીમાં બપોરે 4.30 વાગ્યાના અરસામાં ખેતી કામ કરી રહ્યા હતા, જે દરમિયાન તેઓ ઉપર એકાએક વરસાદી વીજળી પડી હતી, અને ભડથું થવાથી તેઓનું અંતરિયાળ મૃત્યુ નીપજ્યું છે.

જામજોધપુરના મામલતદાર દ્વારા આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં જામજોધપુર પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત જામજોધપુર તાલુકા ના નરમાણા ગામમાં પણ વરસાદી વીજળીએ એક ખેડૂતનો ભોગ લીધો છે.
નરમાણા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા દેવરખીભાઈ અરજણભાઈ ડાંગર નામના ખેડૂત યુવાન પર બપોરના સમયે એકાએક આકાશી વીજળી પડી હતી.

અને ભડથું થવાના કારણે તેનું ઘટના સ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું. જામજોધપુરના નાયબ મામલતદાર ચાલુ વરસાદે બનાવના સ્થળે નદી પાર કરીને પહોંચ્યા હતા, તેમજ પોલીસની મદદ લીધી છે.

જામનગર તાલુકાના દોઢીયા ગામમાં રહેતી અને ખેતી કામ કરી રહેલી મનિષાબેન નામની 30 વર્ષ ની શ્રમિક યુવતી નું વીજળી પડવાથી દાજી જતાં સ્થળ પરજ કરુણ મૃત્યુ નીપજયું છે.

આ ઉપરાંત તેની સાથે ખેતી કામ કરી રહેલો અલ્પેશ નામનો 18 વર્ષનો યુવક ગંભીર સ્વરૂૂપે દાજી ગયો હોવાથી તેને સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફ્લો દોડતો થયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement