ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજ્યના 95 તાલુકામાં 0॥ થી 2॥ ઇંચ, જૂનાગઢ પંથકમાં સવારથી ધોધમાર

04:57 PM Oct 02, 2025 IST | Bhumika
Advertisement

ગીર સોમનાથ અને જૂનાગઢ પંથક પાણી-પાણી, આફતી વરસાદે ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છિનવ્યો

Advertisement

વિસાવદર, જૂનાગઢ શહેર, માળિયાહાટીના 1 ઇંચ, મેંદરડા, કેશોદ, માણાવદર, વંથલી, ભેંસાણમાં 0॥। વરસાદ

ચોમાસાએ વિદાળવેળાએ અનરાધાર વરસાદે જળબંબકારની સ્થિતિ કરી દીધી છે. ગઇકાલે રાજ્યના 95 તાલુકાઓમાં અડધા થી 2॥ ઇંચ પાણી વરસી ગયું હતું. જેમાં સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી ધમરોળતા ગીર સોમનાથ જિલ્લાને ફરી એક વખત તરબતોળ કરી પંથકમાં 2॥ ઇંચ જેટલો ભારે વરસાદ વરસાયો હતો.

તેમજ આજ સવારથી જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં ધીમીધામે વરસાદ વરસતા 1 ઇંચથી વધુ પાણી વરસી ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. નવરાત્રિ પ્રારંભથી જ વરસી રહેલા વરસાદે ખેડૂતોની આશા ઉ5ર પાણી ફેરવી દીધુ છે. જેમાં ખાસ કરીને મગફળી સહિતના પાકને ભારે નુકસાની જવાનો ભય ખેડૂતો દ્વારા વ્યકત કરવામાં આવ્યો છે. હજૂ પણ બે દિવસ આગાહી હોવાથી વધુ વરસાદની સંભાવના જોવાઇ રહી છે.

રાજ્યમાં પ્રથમ નોરતેથી શરૂ થયેલા આફતરૂપી વરસાદે ગઇકાલે પણ 95 તાલુકાઓમાં અડધા થી 2॥ ઇંચ જેટલુ પાણી વરસાવી દીધુ હતું જેમાં સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજા વધુ મહેરબાન હોય તેમ ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ જિલ્લામાં અડધાથી 2॥ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જેમાં ભેંસાણ 2॥ ઇંચ, રાજુલા 2, કુતિયાણા, કોડીનાર 1।, તાલાલા, માણાવદર, મોરબી1 ઇંચ, કુકાવાવ, દ્વારકા, માંગરોળ, કેશોદ, ઉમરપાડા, મહુવા, ભાવનગર, માહિયાહાટીના 1 ઇંચ, રાણાવાવ, ગીરગઢડા, મેંદરડા, વિસાવદર, માળીયા, ગાંધીધામ, સાયલા, જામજોધપુર, ગોંડલ, ભાણવડ, પોરબંદર, ભચાઉ અને માંડવીમાં 0॥ ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે બાકીના તાલુકાઓમાં હળાવ તથા ભારે ઝાપટા સ્વરૂપે સતત વરસાદ ચાલુ રહ્યો હતો.

સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારથી અનરાધાર
રાજ્યના 95 તાલુકાઓમાં ગઇકાલે 0॥ થી 2॥ ઇંચ પાણી વરસી ગાય બાદ આજ સવારથી સૌરાષ્ટ્ર-કચ્છના 30 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આજે સવારથી જૂનાગઢ જિલ્લાના વિસાવદર, જૂનાગઢ સિટી 1।ઇંચ, માળીયાહાટીના, મેંદરડા, કેશોદ, માણાવદર, વંથલી, ભેંસાણમાં 0॥। ઇંચ, તેમજ મહુવા, કુકાવાવ, ધોરાજી, ગીરગઢડા, ઘોઘા, માંગરોળ, ઉપલેટા, ધારીમાં 0॥ ઇંચ અને રાણાવાવ, જામજોધપુર, ભચાઉ, જામકંડોરણા, ભૂજ, કાલાવડ, પોરબંદર, તાલાલા અને ગોંડલમાં 0। ઇંચ તેમજ ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે સાંજ સુધીમાં વધુ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

રાજ્યનો સરેરાશ વરસાદ 116.33 ટકાએ પહોંચ્યો

કચ્છ 142.51%
ઉત્તર ગુજરાત 120.54%
પૂર્વ મધ્ય ગુજરાત 115.82%
સૌરાષ્ટ્ર 105.24%
દક્ષિણ ગુજરાત 122.28%

Tags :
gujaratgujarat newsJunagadhJunagadh NEWSMonsoonrainrain fall
Advertisement
Next Article
Advertisement