For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં કચરાના ડમ્પર પર યુવકોની જોખમી સવારી

01:10 PM Dec 10, 2025 IST | Bhumika
જામનગરમાં કચરાના ડમ્પર પર યુવકોની જોખમી સવારી

જામનગરમાં કચરાનો કોન્ટ્રાક્ટ હોય કે બેફામ દોડતી કચરાની ગાડીઓ હોય કચરાની કામગીરી સતત વિવાદમાં રહે છે. તાજેતરમાં મહાનગરપાલિકાની એક કચરા કલેક્શન વેન ઉપર ચડી સંખ્યાબંધ લોકો સવારી કરતા હોય એવાં દ્રશ્યો સામે આવ્યા હતા. જે પછી ફરી એક વખત કચરાનાં ટ્રક ઉપર યુવાનો સવારી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. જેએમસી લખેલા ડમ્પર ઉપર ચડીને પાંચ યુવક મુસાફરી કરતા હોવાનાં દ્રશ્યો સામે આવ્યા છે.

Advertisement

વિડીયોમાં ડમ્પરની નંબર પ્લેટમાં આગળ જીજે તથા છેલ્લે આંકડાઓ માં 0642 નંબર દેખાઈ રહ્યા છે. હવે તો પોલીસ પાસે ’નેત્રમ’ અંતર્ગત સીસીટીવી કેમેરાનું ચક્રવ્યૂહ છે જેમાં કોઈપણ આવી ગતિવિધીને ટ્રેસ કરી નિયમભંગ કરનારાઓને ઝડપી શકાય છે. ત્યારે આ પ્રકરણમાં જવાઘબદારોને શોધી કડક કાર્યવાહી થવી જરૂૂરી છે. આ સમગ્ર ઘટના પછી મહાનગરપાલિકાની કચરા સંબંધિત વ્યવસ્થા તથા ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર પણ સવાર ઉભા થયા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement