કાલાવડ પંથકમાં કમોસમી વરસાદથી ધરતી પુત્રોમાં ચિંતાનો માહોલ
હવામાન વિભાગની આગાહી મુજબ મોડી રાતથી જામનગર જિલ્લાના કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ કાલે મોડી સાંજથી કાલાવડ તાલુકાના નવાગામ, માછરડા, હકુમતી સરવાણીયા, ધુન ધોરાજી, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો. મોડી રાતથી વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો. કારતક માસમાં અષાઢી માસ જેવો માહોલ સર્જાયો. વરસાદી પાણી ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય માર્ગો અને ખેતરોમાંથી પર ફરી વળ્યા... સરેરાશ 2 ઈંચ કરતાં વધુ વરસાદ પડી ગયો હાલ પણ ધોધમાર વરસાદ ચાલુ છે. કમોસમી વરસાદ પડતાં ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન થાય આવી સ્થિતિ સર્જાઈ છે. ખેતરોમાં તૈયાર થયેલ પાથરા પલરી ગયા. ધરતી પુત્રોને મોઢામાં આવેલ કોરયો છીનવાઈ જશે એવી ભીતિ સેવાય રહી છે. કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકમાં નુકસાનની ભીતી સેવાઈ રહી છે. કમોસમી વરસાદ પડતાં ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું.
