રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંક
Advertisement

વ્યવસાયવેરો નાબૂદ કરવા રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરશે ગુજરાત ટ્રેડર્સ એસો.

05:08 PM Dec 05, 2023 IST | Bhumika
Advertisement

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા રાજયની તમામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તમામ હોટલ માલિકોના એસોસીએશન, તમામ ઇન્ડસ્ટ્રીઝના એસો.ને પત્ર પાઠવી પ્રોફેશનલ ટેકસ નાબુદ કરવા બાબતે સરકારને રજુઆત કરવા અને જરૂર પડે તો ઉગ્ર લડત આપવા આહવાન કરવામાં આવ્યું છે.પત્રમાં જણાવ્યા મુજબ, ગુજરાત સરકારે વર્ષ 2010 થી વ્યવસાયવેરા નાબુદીકરણ માટેનું સ્વીકાર્યું હતું ત્યારબાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કર્યું હતું કે જુલાઈ 2017 થી જીએસટી આવતા સમગ્ર ભારતમાં એક દેશ એક ટેક્સનું એલાન કર્યું હતું ત્યારે આ પ્રોફેશનલ ટેક્સની જવાબદારી વેચાણવેરા વિભાગ સંભાળતું હતું ત્યારબાદ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતને સોંપવામાં આવી છે હાલના સંજોગોમાં મહાનગર પાલિકાઓ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તેમજ ગ્રામ પંચાયત તરફથી આ વેરો ઉઘરાવવામાં આવે છે આ બધી સંસ્થાઓ બજેટ બતાવે છે તેમાં પ્રોફેશનલ ટેક્સની આવકથી કોઈ ફરક પડતો નથી તે ઉપરાંત સરકારની ગ્રાન્ટ સંસદ સભ્યની ગ્રાન્ટ ધારાસભ્યની ગ્રાન્ટ તથા એનજીઓ તરફથી મદદ મળી રહે છ ે તેમજ પી.પી.પી.ની મદદથી પણ આ સંસ્થાઓને બધા જ કામોમાં મદદ થાય છે આથી આ વ્યવસાયવેરો થાયતો તેમાં આ સંસ્થાઓને કોઈ વાંધો હોવો જોઈએ નહીં.

Advertisement

પેઢી વેરો ગુજરાતમાં ગુજરાત સરકારના ઓરીજનલ ગજેટ મુજબ લેવાતો નથી દરેક મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત બધી જગ્યાએ પોતપોતાની રીતે લોકોના વાંધા મંગાવ્યા વગર પ્રોફેશનલ ટેક્સ મિનિમમ 2,500 સુધી લેવાનું ચાલુ કરી નાખ્યું છે જે બહુ દુ:ખદ બાબત છે તેમજ પ્રોફેશનલ ટેક્સ જૂની તારીખથી લાગુ કરી અને ફરીથી તેટલા વર્ષોની ડિફરન્ટ રકમ તથા વ્યાજ રકમભરાવવામાં આવે છે આ બાબત ગંભીર છે ગુજરાત સરકારના ન્યાય પ્રણાલિકા વિરુદ્ધ છે. ગુજરાત સરકાર તરફથી તમામ કાયદાઓમાં સિનિયર સિટીઝન 60 વર્ષ ગણવામાં આવે છે અને તે રીતે તેના લાભો અપાય છે ફક્ત અને ફક્ત આ પ્રોફેશનલ ટેક્સમાં 65 વર્ષની ઉંમરે સિનિયર સિટીઝન તરીકે ગણાય છે જે ન્યાયની પ્રક્રિયા મુજબ ખોટું છે.

કામદાર વેરા માટે 12000થી ઉપરના એ દર મહિને 200 રૂૂપિયા કાપી અને દર મહિને જે તે સરકારી ખાતામાં ભરવાના હોય છે ચાલુ વર્ષની 30-09 સુધી ભરવામાં ન આવે તો તેના પર પણ વ્યાજ લેવામાં આવે છે જેનું વ્યાજ 200 ઉપર 10 રૂૂપિયા લેવામાં આવે છે જેને પાંચ ટકા ગણવામાં આવે છે સરકારના આ કાયદામાં ઘણી જગ્યાએ સિસ્ટાચાર કરવામાં આવે છે તો ફેરફાર કરી આપવામાં આવે છે. ખાસ કરીને હોટેલ ઇન્ડસ્ટ્રીઝના કામદારો 12,000 પર 200 રૂૂપિયા કપાવવાની લેખિતમાં ના પાડે છે અમારા સમજાવવા ઉપરાંત ચોખ્ખું કહે છે કે અમે નોકરી કરવા માંગતા નથી આથી કામદાર વેરો હોટલ માલિકોએ ભરવો પડે છે. સંજોગો જોતા હોટલ માલિકો આ વેરી તેમજવ્યાજનો ભાર ઉપાડી શકે તેમ નથી અગાઉ અમે આ કાયદા વિરુદ્ધ કોર્ટમાં જવા માંગતા હતા પરંતુ ગુજરાત સરકારના જવાબદાર પ્રધાનોઓ એ સંપૂર્ણ ખાતરી આપી હતી કે આ વેરો અમે ટૂંક સમયમાં બજેટમાં લઈ આવશું અને તેને સંપૂર્ણપણે નાબૂદ કરીશું

ગુજરાત રાજ્યમાં જેટલી પેઢી રજીસ્ટ્રેશન છે તેમાં ફક્ત 25ડ એજ કામદારના રજિસ્ટ્રેશન નંબર વર્ષોથી લીધા નથી. હવે માંગણી કરીએ છીએ ત્યારે વ્યાજ પેનલ્ટી ચાર્ટડ એકાઉન્ટન્ટ સર્ટિફિકેટની માંગણી કરવામાં આવે છે ઓનલાઇન હોવા છતાં 8 થી 10 ધક્કા ખાવા પડે છે. ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.કે. પાટીલે સૌરાષ્ટ્રની તમામ ચેમ્બર ઓફ કોમર્સને સંપૂર્ણપણે ખાતરી આપી હતી જેથી અમોએ પત્ર વ્યવહાર સિવાય કોઈ પણ કાર્યવાહી કરી નથી. હાલના છેલ્લા સંજોગો મુજબ આ કાયદા સામે ઉગ્ર લડત આપીશું જરૂૂર પડે પ્રોફેશનલ ટેક્સ ભરવો નહી તેવી સૂચનાઓ દરેક મેમ્બરોને આપીશું કાયદાકીય રીતે લઈ શકાય તેવા પગલાં પણ અમારે ન છૂટકે લેવા પડશે. ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાણામંત્રી કનુભાઈ દેસાઈને વિનંતી કરીએ છીએ કે તાજેતરના આ બજેટમાં આ કાયદો સંપૂર્ણપણે નાબૂદ કરવા તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા આ પગલું લેવું ગુજરાત સરકારના હિતમાં હોવાનું પ્રમુખ જયેન્દ્રભાઇ તન્ના તથા વ્યવસાય વેરા સમિતિ ગાંધીધામના ચેરમેન વિનોદભાઇ અગ્રવાલની યાદીમાં જણાવાયું છે.

Tags :
gujaratgujarat newsGujarat Traders Assoc
Advertisement
Next Article
Advertisement