For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઘરઆંગણે ચેન્નાઇને હરાવીને ગુજરાતે પ્લેઓફની આશા જીવંત રાખી

03:02 PM May 11, 2024 IST | Bhumika
ઘરઆંગણે ચેન્નાઇને હરાવીને ગુજરાતે પ્લેઓફની આશા જીવંત રાખી
Advertisement

શુભમન ગિલની IPLમાં ચોથી અને સાઇ સુદર્શનની પ્રથમ સદી, ધોનીએ 11 બોલમાં 26 ફ્ટકાર્યા

શુભમન ગિલ અને સાઈ સુદર્શનની ધમાકેદાર સદીઓ બાદ મોહિત શર્માની ધમાકેદાર બોલિંગના આધારે ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 35 રનથી હરાવ્યું હતું. આ સાથે શુભમન ગિલની ટીમે IPL 2024માં પ્લેઓફમાં પહોંચવાની આશા ઓછામાં ઓછી આગામી મેચ સુધી અકબંધ રાખી છે. આ હારને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પ્લેઓફના માર્ગમાં અવરોધો ઉભા થયા છે. હવે એક હાર પણ તેમને પ્લેઓફમાંથી બહાર કરી શકે છે. 12 મેચોમાં ચેન્નાઈની આ છઠ્ઠી હાર છે પરંતુ તે હજુ પણ ચોથા સ્થાને છે.

Advertisement

અમદાવાદમાં રમાયેલી આ મેચમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરીને 231 રનનો જબરદસ્ત સ્કોર બનાવ્યો હતો. આ પછી ગુજરાતે પાવરપ્લેમાં 3 વિકેટ લઈને ચેન્નાઈને બેકફૂટ પર લાવી દીધું, જેમાંથી ટીમ ક્યારેય રિકવર થઈ શકી નહીં અને 20 ઓવરમાં 196 રન બનાવી શકી. આ જીત સાથે ગુજરાત પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે આઠમા સ્થાને પહોંચી ગયું છે. ચેન્નાઈની હારથી દિલ્હી, લખનૌ અને બેંગલુરુની આશાઓ પણ જીવંત રહી છે.

અગાઉ સતત 3 મેચ હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહેલા ગુજરાત માટે આ મેચ કોઈપણ ભોગે જીતવી જરૂૂરી હતી. આ આશા સાથે કેપ્ટન શુભમન ગિલ (104) અને સાઈ સુદર્શન (103)ની ઓપનિંગ જોડીએ આવતાની સાથે જ એટેક કર્યો. સુદર્શને પોતાની અડધી સદી 32 બોલમાં અને ગિલે 25 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ પછી પણ બંનેએ ફટકાબાજી ચાલુ રાખી અને 17મી ઓવરમાં પોતપોતાની સદી પૂરી કરી. સૌપ્રથમ, શુભમન ગિલે 50 બોલમાં તેની સદી પૂરી કરી, જે આ સિઝનમાં તેની પ્રથમ અને ઈંઙકમાં તેની ચોથી સદી છે. ઈંઙકના ઈતિહાસની આ 100મી સદી પણ હતી.

સુદર્શને પણ આ જ ઓવરમાં પોતાની પ્રથમ સદી પૂરી કરી હતી. 22 વર્ષના યુવા બેટ્સમેને પણ માત્ર 50 બોલમાં સદી ફટકારી હતી. બંને વચ્ચે 104 બોલમાં 210 રનની જબરદસ્ત ભાગીદારી થઈ હતી. જો કે, બંનેને 18મી ઓવરમાં તુષાર દેશપાંડે (2/33) દ્વારા શિકાર બનાવવામાં આવ્યા હતા અને અહીંથી ઈજઊંએ પુનરાગમન કર્યું હતું. છેલ્લી 3 ઓવરમાં ચેન્નાઈના બોલરોએ માત્ર એક ફોર આપી અને માત્ર 22 રન આપ્યા અને 2 વિકેટ લીધી. તેમ છતાં ગુજરાત 231 રન સુધી પહોંચી શક્યું હતું. શાર્દુલ ઠાકુરને કોઈ વિકેટ મળી ન હતી પરંતુ તેણે 4 ઓવરમાં માત્ર 25 રન જ આપ્યા હતા.

આટલા મોટા સ્કોરના જવાબમાં ચેન્નાઈને ઝડપી શરૂૂઆતની જરૂૂર હતી પરંતુ થયું બરાબર ઊલટું. ટીમે પ્રથમ 3 ઓવરમાં માત્ર 10 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરેલો રચિન રવિન્દ્ર પહેલી જ ઓવરમાં રનઆઉટ થયો હતો અને અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેનું ખરાબ ફોર્મ પણ ચાલુ રહ્યું હતું, જ્યારે કેપ્ટન ઋતુરાજ આ વખતે ખાતું પણ ખોલી શક્યો નહોતો. આ બંનેની વિકેટ સંદીપ વોરિયર અને ઉમેશ યાદવે લીધી હતી. આ પછી ડેરીલ મિશેલ અને મોઈન અલીએ જબરદસ્ત એટેક કર્યો.

મિશેલે 27 બોલમાં અને મોઈને 31 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. બંને વચ્ચે 57 બોલમાં 109 રનની શાનદાર ભાગીદારી થઈ, જેણે ચેન્નાઈની આશા જીવંત રાખી. જોકે મોહિત શર્માએ શાનદાર સ્પેલ ફેંકી મેચનો માર્ગ બદલી નાખ્યો હતો. મોહિતે તેની 13મી અને 17મી ઓવર વચ્ચે સતત 3 ઓવરમાં મિશેલ (63), મોઈન (56) અને શિવમ દુબે (21)ની વિકેટ લઈને તમામ આશાઓ પર પૂર્ણવિરામ મૂક્યું હતું. ત્યારબાદ રાશિદ ખાને 18મી ઓવરમાં જાડેજા અને મિશેલ સેન્ટનરની વિકેટ લીધી હતી. અંતમાં ધોનીએ 11 બોલમાં અણનમ 26 રન બનાવીને ફરી એકવાર હારનું માર્જીન ઓછું કર્યું હતું અને ત્રણ સિક્સર અને ફોર ફટકારી ફેન્સને એન્ટરનેટ કર્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement