For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલાવડ રોડ પર બનેલા ગુજ. હાઉસિંગ બોર્ડના કવાર્ટર એટલે ‘સમસ્યાનું ઘર’!

04:47 PM Jan 01, 2024 IST | Sejal barot
કાલાવડ રોડ પર બનેલા ગુજ  હાઉસિંગ બોર્ડના કવાર્ટર એટલે ‘સમસ્યાનું ઘર’

શહેરનાં કાલાવડ રોડ પર પંડિત દિન દયાળ નગરમાં બનાવાયેલા ગુજરાત હાઉસિંગ બોર્ડનાં એલઆઇજી-2 કવાર્ટરનાં રહીશો પાણી-પાર્કિંગ જેવી કાયમી ઘર કરી ગયેલી સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
1164 બ્લોક/ કવાર્ટરનાં આશરે 4 હજાર જેટલા કવાર્ટર ધારકોનો આક્ષેપ છે કે સંબંધિત તંત્રએ તેઓ સાથે ભારે અન્યાય કર્યો છે નિયત કરતા ઓછા કારપેટ એરિયા ધાબડી દેવાયા ઉપરાંત મુળભુત જરૂરી એવી પાણી અને પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં સંબંધિતો વામણા સાબિત થયા છે.
આશરે 6-7 વર્ષ જૂના પાણી અને પાર્કિંગના પ્રશ્ર્નને જાણી જોઇને હલ કરવામાં આવતા ન હોવાથી રોજબરોજ નાના-મોટા ઝગડા નયા કરે છે. પાણી માટે લોકો પાણીના ટાંકા ઉપર જીવતા થઇ ગયાની ફરિયાદો છે. વારંવારની રજુઆતો તંત્રના બહેરાકાને અથડાઇને પાછી ફરતી હોવાનો કવાર્ટર ધારકોનો આક્ષેપ છે. તંત્રએ આ કવાર્ટરના લોકોનું કાયમી મહેણું ભાંગવા હવે મગવું જોઇએ તેવી માંગ થઇ છેે.
કવાર્ટરનાં કારપેટ એરિયા બાબતે છેતરપીંડી થતાં હાઇકોર્ટમાં કેઇસ ચાલું હોવાનું જણાવતાં લત્તાવાસીઓએ ઉગ્ર આક્રોશભેર કહ્યું કે મકાનો વેચવા સમયે જાહેર કરાયેલ કવાર્ટરની માપ-સાઇઝમાં વિસંગતા બહાર આવ્યાની ફરિયાદો કોઇ ધ્યાને લેતું નથી.

Advertisement

બેને બદલે એકજ ટોઇલેટ-બાથરૂમ

એલઆઇજી-2નાં કવાર્ટર ધારકોએ કહ્યું કે કવાર્ટર ફાળવણી પહેલા એક અલગ અને એક એર્ટચ બાથરૂમ ટોપલેટ આપવાની વાત હતી પણ એકજ એર્ટચ બાથરૂમ આપીને અન્યાય કરાયો છે.

Advertisement

ભાડૂતી માણસોનું સામ્રાજ્ય તોડો

ગુજરાત મિરરની ટીમની રૂબરૂ મુલાકાતે ગયેલી ટીમને ગુજ.હા. બોર્ડના એક મહિલાએ જણાવ્યું હતું કે 5થી 7 વર્ષ સુધી કવાર્ટર ભાડે ન આપી શકવાનો ઉલાળીયો કરી અમુક આસામીઓએ કવાર્ટર ભાડે આપી દેતા ભાડુઆતો પાણી, ટ્રાફિક સમસ્યા પેદા કરે છે. આવા ભાડુઆતોને હટાવવા જોઇએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement